નવી દિલ્હી : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચા લાંબા સમયથી મીડિયામાં હતી. હવે આ જોડી 14-15 નવેમ્બરે લગ્ન કરી રહી છે. લગ્ન પછી દીપિકા અને રણવીર બંને બેંગ્લુર અને મુંબઈમાં પોતાના પરિવાર માટે બે અલગ-અલગ રિસેપ્શન આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Trailer: માતાનું મોત અને 2 વર્ષની દીકરી ઘરમાં એકલી, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો


રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે, આ કપલ ઈટલીના લેક કોમોમાં લગ્ન કરશે. આ વેડિંગ ડેસ્ટિનેશન એટલા માટે પસંદ કરવામાં આવ્યું કેમ કે, દીપિકાને ઈટલી ખૂબ પસંદ છે. જોકે, નવા રિપોર્ટ્સમાં દીપિકા-રણવીરના લગ્નનું વેન્યૂ મુંબઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે બધા સંબંધીઓનું ઈટલી જવું શક્ય નહીં થઈ શકે એ વાતને ધ્યાનમાં રાખીને દીપિકા-રણવીરે વેડિંગ વેન્યૂને બદલીને મુંબઈ કરી દીધું છે. સંગીત, મહેંદી અને લગ્ન મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારના વાકોલા સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં થશે.


ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે રણવીર અને દીપિકા મુંબઈમાં 1 ડિસેમ્બરે વેડિંગ રિસેપ્શન આપી રહ્યા છે અને આ માટે ગ્રાન્ડ હયાત હોટેલની પસંદગી કરવામાં આવી છે. જોકે તારીખોના કારણે મામલામાં મોટો ટ્વિસ્ટ આવી ગયો છે. હકીકતમાં રણવીર-દીપિકાનું રિસેપ્શન 1 ડિસેમ્બરના દિવસે છે જ્યારે પ્રિયંકા અને નિક જોધપુર ખાતે 2 ડિસેમ્બરના દિવસે લગ્ન કરવાના હોવાની ચર્ચા છે.  પ્રિયંકા અને નિકના લગ્નનું સેલિબ્રેશન 30 નવેમ્બરના દિવસથી શરૂ થઈ જવાનું છે ત્યારે દીપિકા અને પ્રિયંકા એક જ સમયગાળામાં લગ્ન કરવાના હોવાના કારણે તેમની વચ્ચે જાણે સ્પર્ધા હોય એવો માહોલ ઉભો થયો છે. 


નોંધનીય છે કે દીપિકા અને પ્રિયંકા બંને 'બાજીરાવ મસ્તાની'માં કામ કરી ચૂક્યા છે અને એ સમયે તેમની વચ્ચે શીતયુદ્ધ ચાલતું હોવાના સમાચાર હતા.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...