Amitabh Bachchan ના ઘર સુધી પહોંચી ગયો કોરોના, બિગ બીએ કહી આ વાત
એકવાર ફરીથી અમિતાભ બચ્ચનના ઘર પર કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે.
નવી દિલ્હી: ગત વર્ષે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના 3 સભ્યોને કોરોનાએ સકંજામાં લીધા હતા. લાંબા સમય સુધી સારવાર કરાવ્યા બાદ તેઓ સાજા થયા હતા અને હવે એકવાર ફરીથી અમિતાભ બચ્ચનના ઘર પર કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે તેમના બંગલાનો એક કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. BMC ના એક અધિકારીએ આ જાણકારી આપી.
અમિતાભે પોતે પણ આપી હતી હિંટ
આ અગાઉ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘર પર જ કોવિડ-19 સંબંધિત સ્થિતિના પડકારનો સામનો કરી રહ્યા છે અને પોતાના પ્રશંસકો સાથે થોડા સમય બાદ જોડાશે. બીએમસી અધિકારીએ જણાવ્યું કે નિયમિત તપાસ દરમિયાન બચ્ચનના બંગલા પ્રતિક્ષા અને જલસાના 31 કર્મચારીઓમાંથી એક કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યો છે.
Corona: વધી રહ્યું છે સંક્રમણ, કોરોના વાયરસ અંગે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, જાણો મહત્વની વાતો
કર્મચારીને ક્વોરન્ટાઈન કરાયો
તેમણે કહ્યું કે તે કર્મચારી બીએમસીના સીસીસી2 (કોવિડ દેખભાળ કેન્દ્ર-2) માં ક્વોરન્ટાઈનમાં છે. તેમણે કહ્યું કે કર્મચારીમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી. અન્ય એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમણે કોવિડ-19ના નિયમોનું પાલન કર્યું, જેમાં સંક્રમિતના સંપર્કમાં લોકોની ઓળખ કરવી, તેમની તપાસ કરવી અને વીતેલા દિવસોમાં સંક્રમિતોની ખુબ નજીક રહેલા લોકોનું ઘરમાં આઈસોલેટ રહેવું સામેલ છે.
Corona Update: દેશમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 58 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો લેટેસ્ટ અપડેટ
બ્લોગમાં લખી આ વાત
અમિતાભ બચ્ચન પોતાની વ્યવસાયિક અને ખાનગી જીવન સંબંધિત વાતો નિયમિતપણે બ્લોક દ્વારા પોતાના પ્રશંસકો સાથે શેર કરે છે. અભિનેતાએ મંગળવારે બ્લોગમાં ફક્ત એક લાઈન લખી. ઘરમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિનો સામનો કરી રહ્યો છું...થોડા સમય બાદ જોડાશું. આ બ્લોગના કમેન્ટ સેક્શનમાં અનેક ફેન્સે તેમના અને તેમના પરિવારની સલામતી માટે દુઆ કરી છે.
બિગ બીએ મે 2021માં કોવિડ-19 રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો હતો. 2020માં અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube