Corona Update: દેશમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 58 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો લેટેસ્ટ અપડેટ
ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારાના કારણે આ ઉછાળો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારાના કારણે આ ઉછાળો નોંધાયો છે.
દેશમાં કોરોનાના 58 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 2,14,004 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં 15,389 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 534 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,82,551 મૃત્યુ થયા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. કોરોના ડેઈલી પોઝિટિવિટી રેટ 4.18% છે.
આ રાજ્યોમાં વધી રહ્યા છે કેસ
દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગણાના કેસ મળીને જ કોવિડના 50 હજાર કરતા ઉપર નવા કેસ થઈ ગયા. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હાલ ચિંતાનો વિષય બનેલો છે.
India reports 58,097 fresh COVID cases, 15,389 recoveries, and 534 deaths in the last 24 hours
Daily positivity rate: 4.18%
Active cases: 2,14,004
Total recoveries: 3,43,21,803
Death toll: 4,82,551
Total vaccination: 147.72 crore doses pic.twitter.com/3cLdlq6Bxm
— ANI (@ANI) January 5, 2022
રસીકરણ પણ પૂરપાટ ઝડપે થઈ રહ્યું છે
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કહેરને રોકવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 147.72 કરોડ ડોઝ અપાયા છે.
દિલ્હીમાં આવી ગઈ કોરોનાની 5મી લહેર
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોનાની 5મી લહેર આવી ચૂકી છે. બુધવારે દિલ્હીમાં કોવિડ-19ના 10 હજાર કેસ સામે આવી શકે છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં મોટી સંખ્યામાં ડોક્ટર અને પેરામેડિક્સ કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યા છે. જેના કારણે રાજધાનીના સ્વાસ્થ્ય માળખા(Medical Infrastructure) સામે મોટું સંકટ ઊભું થઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં કોરોનાની 5મી લહેર આવી ગઈ છે. આજે એટલે કે બુધવારે દિલ્હીમાં કોવિડ-19ના 10 હજાર કેસ આવી શકે છે. સંક્રમણ દર લગભગ 10 ટકા રહેશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં તમામ સંક્રમિતોના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ શક્ય નથી. ફક્ત 300થી 400 સેમ્પલનું જ જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી રહ્યું છે.
બિહારમાં બંને ડેપ્યુટી સીએમ કોરોના સંક્રમિત
આ બાજુ બિહારમાં પણ કોરોના વધવા લાગ્યો છે. મુખ્યમંત્રી નીતિશકુાર સરકારના મંત્રીઓ પણ સંક્રમણની ઝપેટમાં આવવા લાગ્યા છે. તાજા અપડેટ મુજબ રાજ્ય સરકારમાં ચાર મંત્રીઓના સંક્રમણની પુષ્ટિ થઈ છે. સરકારમાં જે મંત્રીઓના રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યા છે તેમાં સરકારના બંને ડેપ્યુટી સીએમ તારાકિશોર પ્રસાદ અને રેણુ દેવી સામેલ છે. આ ઉપરાંત મંત્રી સુનીલ કુમાર અને મંત્રી અશોક ચૌધરી પણ કોરોના સંક્રમિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે