Animal Film Controversy: રણવીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ત્યારથી ઓટીટી રિલીઝ સુધી સતત વિવાદોમાં ઘેરાયેલી છે. એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝ પર હવે દિલ્હી હાઇકોર્ટે મેકર્સને સમન્સ ફટકાર્યું છે. કોર્ટે ટી સીરીઝ અને નેટફ્લિક્સ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. મામલો એવો છે કે ફિલ્મના પ્રોડ્યુસરમાંથી જ એક સિને 1 સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનિમલના મેકર્સ વિરુધ્ધ મામલો નોંધાવવામાં આવ્યો છે. ઓટીટી પર એનિમલ ફિલ્મની રિલીઝ રોકવાના મામલે હવે કોર્ટે મેકર્સ પાસેથી જવાબ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનિમલ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટ એનિમલના મેકર્સ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે અને આદેશ આપ્યો છે કે તેઓ લેખિતમાં પોતાનું નિવેદન કોર્ટને નોંધાવે. સાથે જ કોર્ટે તેમને કેટલાક એફિડેવિટ પણ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ફિલ્મ મેકર્સને પોતાનું નિવેદન લેખિતમાં જમા કરાવવા માટે પંદર દિવસનો સમય આપ્યો છે. 


આ પણ વાંચો: આ અભિનેત્રીઓએ કરોડ'પતિ' બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, કોઇ બીજી તો કોઇ બની ત્રીજી પત્ની!


શું છે એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝનો વિવાદ


એનિમલ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવાની લઈને સિને 1 સ્ટુડિયોએ કેસ ફાઈલ કર્યો છે. તેમને એવો દાવો કર્યો છે કે તેમના પ્રોડક્શન હાઉસ અને ટી સીરીઝ વચ્ચે ફિલ્મના પ્રોફિટને લઈને સહમતિ થઈ હતી. ફિલ્મના પ્રોફિટમાંથી તેમને 35% પ્રોફિટ આપવાની વાત થઈ હતી પરંતુ ટી  સીરીઝે બધી જ કમાણી પોતાની પાસે રાખી લીધી છે અને આ અંગે કોઈ જાણકારી પણ આપી નથી. 


આ પણ વાંચો: અજય દેવગનની ફિલ્મ શૈતાન આ તારીખે થશે રિલીઝ, ગુજરાતી ફિલ્મ વશની છે હિંદી રીમેક


કોર્ટમાં ટી સીરીઝ તરફથી કેસ લડી રહેલા વકીલનું કહેવું છે કે એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝ અને એનિમલ ફિલ્મની કમાણી ઉપર કોઈ  ક્લેમ કરી શકતું નથી. કારણ કે સીને 1 સ્ટુડિયો એ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. ફિલ્મ ચાલી રહી હતી તે દરમિયાન વચ્ચેથી જ તેમણે પોતાના બધા જ અધિકાર છોડી દીધા હતા. તેના માટે તેઓ પહેલાથી જ 2.6 કરોડ રૂપિયા લઈ ચૂક્યા છે. આ વાત તેમણે કોર્ટને જણાવી નથી. 


આ પણ વાંચો: ફિલ્મ અન્નપૂર્ણીમાં શ્રીરામ પર આપત્તિ જનક ટીપ્પણીને લઈ અભિનેત્રી નયનતારાએ માંગી માફી


એનિમલ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન


1 ડિસેમ્બર 2023 ના રોજ રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થયાની સાથે જ રેકોર્ડ બ્રેક કમાણી કરવાની શરૂઆત કરી દીધી અને ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વર્લ્ડવાઈડ 913 કરોડ અને ભારતમાં 553 કરોડ સુધી પહોંચી ગયું.