નવી દિલ્હી: બોલિવુડના ફેમસ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ (SP Balasubrahmanyam)ની સ્થિતિ નાજુક છે. સ્વાસ્થ્ય ખરાબના કારણે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પરંતુ હવે તેમની સ્થિતિ ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા છે. 5 ઓગસ્ટના એસપી બાલાસુબ્રમણ્યમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શું રિયા ચક્રવર્તી માટે ન્યાય માંગતું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેક? જાણો શું છે સત્ય


અમારી સહયોગી વેબસાઇટ ZEENEWS.COMના જણાવ્યા અનુસાર વચ્ચે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો પરંતુ અચાનક ફરી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું અને તેમને ICUમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખે છે.


આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાનો ચોંકાવનારો VIDEO આવ્યો સામે, જાણો શું છે મામલો


કોરોના સામે જંગ પર બનાવ્યું હતું ગીત
તમને જણાવી દઇએ કે, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે એસપી બાલાસુબ્રમણ્યમે લોકોને નિશાન ન થવાની સલાહ આપતા એક ગીત પણ બનાવ્યું હતું. તેમણે કોરોના વાયરસ પર એક સોન્ગ બનાવી લોકોનું દિલ જીત્યું હતું. તેમણે તેમના સોન્ગ દ્વારા તમામ લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર