નવી દિલ્હીઃ રોજે રોજ મલાઈકા અને અર્જૂન કપુરનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયા પર જોવા મળે છે અને બંને બોલીવુડના પાવર કપલ તરીકે જાણીતા છે. અર્જૂન કપુર અને મલાઈકા બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો મલાઈકા પહેલાં પણ અર્જૂન કપુર એક છોકરી માટે ખૂબ ગંભીર હતો. અને અર્જૂન નાની ઉંમરે જ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો અને તેની સામે કોઈ અન્ય છોકરીને તે જોતો પણ નહીં. જી હા, અમે વાત કરી રહ્યા છે સલમાન ખાનની લાડકી બહેન અર્પિતા ખાનની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 વર્ષની ઉંમરે પડ્યો પ્રેમમાં અર્જૂન
અર્જૂન કપુરે અર્પિતાને 18 વર્ષનો હતો ત્યારે ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે અર્જૂન 140 કિલોનો હતો. અર્જૂન અર્પિતાના પ્રેમમાં ગાંડો હતો. આ વાત સલમાન ખાન સુધી પહોંચી હતી અને સલમાનને પણ અર્જૂન ગમતો હતો. એક ઈન્ટરવ્યુંમાં અર્જૂને ખુલાસો કર્યો હતો કે, 'મેને પ્યાર ક્યૂં કિયાની' શૂંટિગ દરમ્યાન અર્જૂન અને અર્પિતા વચ્ચે પ્રેમ સંબંધ સ્થપાયો હતો. તે સમયે અર્જૂન સલમાનથી ડરતો હતો એટલે તેણે ફટાફટ પોતાના પુરા પરિવારને આ રિલેશ્નશીપ વિશે જાણ કરી હતી. પહેલાં તો સલમાનને આઘાત લાગ્યો હતો પણ બાદમાં તેણે આ રિલેશ્નશીપને મંજૂરી આપી હતી.


આ પણ વાંચોઃ અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઇમાં ચાલી રહી છે સારવાર


2 વર્ષ જ ચાલ્યું રિલેશ્નશીપ
અર્જૂન નિખિલ અડવાણીની ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક'માં આસ્સિટ કરતો હતો. વર્ષ 2003માં અર્જૂનને લાગ્યું હતું કે, તેની લાઈફ એકદમ સેટલ છે તેની પાસે એક પ્રેમાડ ગર્લફ્રેન્ડ છે. પરંતુ આ રિલેશ્નશીપ 2 વર્ષ જ ચાલ્યું. એક દિવસે અચાનક જ અર્પિતાએ અર્જૂનને બ્રેકઅપ માટે કિધું હતું અને તે સમય તેના માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. અર્જૂનને તે સમયે ખબર જ નહોતી પડી કે કેમ અચાનક અર્પિતાએ તેને ના પાડી દીધી. સલમાન પણ આ વાતથી ચિંતિત હતો પણ તેણે તે સમયે અર્જૂનને સહારો આપ્યો હતો.  

બ્રેકઅપ પછી શરૂ થયો અર્જૂનનો અભિનેતા બનવાનો સફર
બ્રેકઅપ બાદ સલમાન ખાને અર્જૂનને એક્ટિંગમાં હાથ અજમાવવા સલાહ આપી હતી. સલમાને અર્જૂનને વેઈ્ટ લોસ કરવામાં અને ફિલ્મ જગતમાં ડેબ્યુ કરવા માટે મદદ કરી હતી. અર્પિતા સાથેના બ્રેકઅર પછી અર્જૂને ખૂદમાં મોટો બદલાવ લાવ્યો અને બોલીવુડમાં જબરદસ્ત એન્ટ્રી લીધી. અર્જૂનની પહેલી ફિલ્મ જ હિટ રહી અને ત્યારબાદ, તેણે પોતાની પુર્વ ગર્લફ્રેન્ડની ભાભીને ડેટ કરી રહ્યો છે.


આ પણ વાંચોઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળશે 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ


અર્જૂન બાદ અર્પિતા જીવનમાં આવ્યો આયૂષ શર્મા
અર્જૂન પછી અર્પિતાના જીવનમાં આયૂષ શર્મા આવ્યો અને 2013માં બંને ડેટ કરવાનું શરૂ કર્યું. જ્યારે, 2 વર્ષ બાદ એટલે 2015માં અર્પિતા અને આયૂષ શર્માએ લગ્ન કર્યા. આયૂષ પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે મહેનત કરી રહ્યો છે અને તેમાં સલમાન પણ તેની મદદ કરી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube