મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ કંગના રનૌત (Kangana Ranaut)  ટ્વિટર પર ખુબ એક્ટિવ જોવા મળે છે. તે દેશના દરેક સળગતા મુદ્દા ઉપર પણ પોતાના મત રજુ કરે છે. શાહીન બાગનો મામલો હોય કે પછી બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ નેક્સેસની ચાલતી તપાસ, અભિનેત્રી કંગના રનૌત નીડરતાથી તમામ મુદ્દાઓ પર પોતાના મત રજુ કરે છે. કંગના રનૌતના આ અંદાજને લોકો પસંદ પણ કરે છે. જો કે ખેડૂત આંદોલન પર તેણે કરેલી એક ટ્વીટે તેના માટે સમસ્યા વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસલમાં કંગનાએ થોડા દિવસ પહેલા ટ્વિટર એકાઉન્ટ પર એક ફેક ન્યૂઝ શેર કરીને મહિલા ખેડૂતને શાહીન બાગની બિલકિસ દાદી ગણાવી હતી અને કહ્યું હતું કે આ દાદી દરેક જગ્યાએ 100 રૂપિયાના રોજ પર પ્રદર્શન કરવા પહોંચી જાય છે. 


કંગનાની આ ટ્વીટની જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે શાહીન બાગની બિલકિસ દાદી અને ખેડૂત આંદોલનના પંજાબી દાદી બંને અલગ અલગ મહિલાઓ છે. 


જ્યારે પંજાબના રહીશ મહિન્દ્ર કૌરને કંગના રનૌતની ટ્વીટ અંગે જાણવા મળ્યું તો તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે બાળપણથી જ ખેતીકામમાં લાગેલી છું. જે તસવીર વાયરલ થઈ રહી છે તે કોઈ બીજાની નહીં પરંતુ તેમની છે. જો કંગના રનૌતને શક હોય તો તેઓ અહીં આવીને 100 રૂપિયાના રોજ પર કામ કરી શકે છે. તેમની પાસે બહુ જમીન છે, તેઓ રોજ પર પ્રદર્શન કરવા માટે કેમ જાય?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube