નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં વરરાજાના ડાન્સે લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં એક જાનમાં વરરાજાએ મિત્રો સાથે મળીને 'જુમ્મા ચુમ્મા દે દે...' પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. આ વીડિયો લોકોને બહુ પસંદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'યમલા પગલા દીવાના : ફિર સે'નું ટીઝર રિલીઝ, તૈયાર થઈ જાઓ પેટ પકડીને હસવા



આ વીડિયો કઈ જગ્યાનો છે એ તો ખાસ ખબર નથી પડી પણ લગ્નની જાનમાં દુલ્હાના ડાન્સે ધમાલ મચાવી દીધી હતી. આ જાનમાં જાનૈયાઓ ડાન્સ કરતા હતા ત્યારે એકાએક બગીમાં બેઠેલા દુલ્હાએ પણ ડાન્સ કરવાનો શરૂ કરી દીધો. દુલ્હાના ડાન્સનો આ વીડિયો રેકોર્ડ કરી લેવામાં આ્વ્યો હતો. 


આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું અમિતાભ બચ્ચનની ફિલ્મ 'હમ'નું ગીત 'જુમ્મા ચુમ્મા દે દે...' વાગ્યું કે દુલ્હો એકાએક ઉભો થઈ ગયો અને ડાન્સ કરવા લાગ્યો. આ ગીત પછી 'સાજનજી ઘર આયે' ગીત પર પણ ડાન્સ કરવામાં આ્વ્યો. આ ડાન્સ સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થયો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...