મુંબઈ : બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી પોતાની બોલિવૂડની કરિયરની શરૂઆત કરી છે. આ જોડી હંમેશા દર્શકોનું દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. આ જોડીની એકપણ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત નથી થઈ. દર્શકો તેમની આગામી ફિલ્મ 'કલંક'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આલિયા અને વરૂણને લગતા એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વરૂણ ધવનના પિતા ડેવિડ ધવન હવે આલિયા અને વરૂણને લઈને રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ સમાચાર પ્રમાણે ડેવિડ ધવન તેમની જ સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર વન'ની રિમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલાં સારા અલી ખાનને લેવાનું પ્લાનિંગ હતું પણ હવે તેની જગ્યાએ આલિયા ભટ્ટને સાઇન કરવાનું ફાઇનલ છે. આ ફિલ્મને ડેવિડ ધવન જ ડિરેક્ટ કરશે અને એ 2019માં ફ્લોર પર જશે. ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત કુલી નંબર 1995માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કારણે કરિશ્માને બહુ લોકપ્રિયતા મળી હતી અને હવે આલિયા પણ વરૂણ સાથે મળીને ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગે છે અને આ માટે તેને બોયફ્રેન્ડ રણબીરની નારાજગીની પણ પરવા નથી. 


સલમાન ખાન પડદા પર કેમ નથી કરતો કિસ ? ભાઈ અરબાઝે વેરી દીધા વટાણાં


વરૂણ અને રણબીરના સંબંધો ખાસ મિત્રતાપૂર્ણ નથી. બોલિવૂડમાં રણબીર કપૂર અને વરૂણ ધવન બંનેની ગણતરી પ્રતિભાશાળી સ્ટાર તરીકે થાય છે.  વરુણ અને રણબીર માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. રણબીરની ફિલ્મ સંજૂ બ્લોકબસ્ટર રહી છે તો સામા પક્ષે વરુણ ધવનની ફિલ્મ સુઈ-ધાગાએ પણ સારી એવી કમાણી કરી. આ બંને આલિયા ભટ્ટની બહુ નજીક છે. વરૂણ અને આલિયા વચ્ચે બહુ જ સારી મિત્રતા છે જ્યારે રણબીર તો આલિયાનો લેટેસ્ટ બોયફ્રેન્ડ છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ બંને કલાકારો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. રિપોર્ટ્સ મુજબ લડાઈ બાદથી જ બંને સ્ટાર્સ વચ્ચે વાતચીત પણ બંધ છે.જોકે વરુણના નિકટના લોકોએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...