Bigg Boss 18: ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 18મી સિઝન 6 ઓક્ટોબરથી કલર્સ અને જિયો સિનેમા પર પ્રસારિત થવા જઈ રહી છે. તેના સ્પર્ધકો પણ ફાઈનલ થઈ ગયા છે. આ સીઝનમાં ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ ભાગ લે તેવી સંભાવનાઓ છે. સ્પર્ધકોના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ એવી અફવા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો પણ નિર્માતાઓએ સંપર્ક કર્યો હતો. આ માટે તેને મોટી રકમની ઓફર પણ કરવામાં આવી હતી. જોકે તેણે શોમાં જવાની ના પાડી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ


રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે દિશા વાકાણીને 65 કરોડ રૂપિયાની ઑફર આપી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. દીપિક પાદુકોણ પણ તેની એક ફિલ્મ માટે 15-20 કરોડ રૂપિયા લે છે. આવી સ્થિતિમાં ટીવી અભિનેત્રી માટે આટલી મોટી રકમની ઓફર મળવી ખરેખર આશ્ચર્યજનક છે. 'બિગ બોસ'ના ઈતિહાસમાં આ સૌથી મોટી રકમ છે. અહેવાલ મુજબ, તેણીને શોમાં ભાગ લેવા માટે ઓફર કરવામાં આવેલી રકમ 'બિગ બોસ'ના ઇતિહાસમાં સ્ટારને ચૂકવવામાં આવેલી સૌથી મોટી રકમ છે.


આ પણ વાંચો: લગ્ન પછી પણ ગોવિંદાનું આ 3 અભિનેત્રીઓ સાથે ચાલ્યું ચક્કર, એકના કારણે તો સગાઈ પણ તૂટી


દિશા વાકાણીનું બોગબોસ નકારવાનું કારણ શું?


દિશા વાકાણીની તસવીર સાથે 'બિગ બોસ 18'ની ઓફર સાથેની પોસ્ટ અને સમાચાર વાયરલ થઈ રહ્યા છે. તેની વાયરલ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરી અને તેને સલામ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ફેમિલી અને બાળકો માટે રિજેક્ટેડ." અન્ય એક યુઝરે લખ્યું, “સેલ્ફ રિસ્પેક્ટ છે. તે દયા ભાભીની ઈમેજથી ખુશ છે.” ત્રીજા યુઝરે લખ્યું, "આલિયા, શ્રદ્ધા જેવી ઘણી અભિનેત્રીઓને પણ આટલી ફી નથી મળતી... સલમાન ખાનને પણ માત્ર 10 કરોડ રૂપિયા મળે છે... આ બધું ખોટું છે."


આ પણ વાંચો: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો


દિશા વાકાણીને લઈને મેકર્સ હતા ઉત્સાહિત 


જોકે, દિશાએ હજુ સુધી કોઈ જાહેર ટિપ્પણી કરી નથી. શો સાથે સંકળાયેલા નિર્માતાઓએ કહ્યું કે તેઓ તેને સામેલ કરવા માટે ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી વિશે પહેલાં પણ ઘણી વખત ચર્ચાઓ થઈ હતી કે તે બિગ બોસમાં ભાગ લેશે. દરેક સિઝનની શરૂઆત સાથે આ અટકળોનો અંત આવવા લાગ્યો. એકવાર તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે 'બિગ બોસ'માં ભાગ નહીં લે.


આ પણ વાંચો: Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ


દિશા વાકાણી 2017થી લાઈમલાઈટથી દૂર 

દિશા વાકાણીએ વર્ષ 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને ત્યાર બાદ તે લાઇમલાઇટથી દૂર રહી હતી. તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધી. સિટકોમ્સમાં તેના પાછા ફરવા વિશે ઘણી અટકળો હતી, પરંતુ તમામને નકારી કાઢવામાં આવી હતી. શોના નિર્માતાઓમાંના એક અસિત કુમાર મોદી પણ કથિત રીતે તેણીને ડબલ પેમેન્ટ ઓફર કરી રહ્યા હતા, પરંતુ તેણીએ કમબેક કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આ સમાચારો હાલમાં વાયરલ થયા છે. બની શકે કે આ અહેવાલો પર ખુલાસાઓ આવી શકે છે. સૂત્રો એવું પણ કહે છે કે આ એક અફવા પણ હોઈ શકે છે. બિગબોસ સિઝનનું બજેટ પણ 65 કરોડ નથી. આ એક અનરિયલ સમાચાર છે. બિગબોસની સિઝનમાં કોણ કેટલા હપતા સુધી ઘરમાં રોકાય એ પ્રમાણે રૂપિયા ચૂકવાય છે. દિશા બે હપતા બાદ ઘરમાંથી એલિમિનેટ થઈ જાય તો કઈ રીતે આ રૂપિયા વસૂલાય. આખી સિઝન પણ રમે તો પ્રતિ વિક રૂપિયા 4 કરોડની આસપાસ આ રકમ થાય એટલે આ વાયરલ સમાચારને ઘણા ફેક ગણાવી રહ્યાં છે.