Dayaben Entry In TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે આગામી સપ્તાહ ખૂબ જ ખાસ રહેવાનું છે સાથે જ દર્શકો માટે પણ અઠવાડિયું સરપ્રાઈઝથી ભરેલું રહેશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આગામી સપ્તાહમાં દયાબેનની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. જેની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. થોડા મહિના પહેલા એક એપિસોડમાં સુંદરલાલે જેઠાલાલ ને વચન આપ્યું હતું કે આ વર્ષે દયાબેન ગોકુલધામમાં જેઠાલાલ સાથે દિવાળીની ઉજવણી કરશે. હવે આ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે એટલે કે ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે અને આગામી સપ્તાહમાં દિવાળીની ઉજવણી થવાની છે ત્યારે શોમાં ફરીથી દયાબેનની એન્ટ્રી પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આલિયા-કરીના, રાની-કાજોલ, સારા-અનન્યાની જોડી કોફી કાઉચ પર મચાવશે ધમાલ, જુઓ Video


જેઠાલાલ અને શોના દર્શકો જે સમયની રાહ જોઈ રહ્યા હતા તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરેક વ્યક્તિને ઇન્તજાર છે કે સુંદરલાલ ક્યારે તેમને સરપ્રાઈઝ આપશે. થોડા મહિના પહેલાં આસિત મોદીએ પણ એ વાત તરફ ઈશારો કર્યો હતો કે શોમાં દયાબેનની એન્ટ્રી થશે ત્યાર પછી એક એપિસોડમાં સુંદરલાલ જેઠાલાલને વચન આપે છે કે આ વર્ષની દિવાળી પૂજા દયાબેન ગોકુલધામ સોસાયટીમાં આવીને કરશે. હવે દિવાળીને એક સપ્તાહનો જ સમય છે અને ટૂંક સમયમાં જ ફેસ્ટિવલ સિઝનના એપિસોડ શરૂ થઈ જશે. જેમાં દયાબેનની એન્ટ્રી પણ થઈ શકે છે


આ પણ વાંચો:14 વર્ષે ડેબ્યુ, જીત્યો ફિલ્મફેર એવોર્ડ, 2 સુપરહીટ ફિલ્મો તેમ છતાં છોડ્યું બોલીવુડ


2017 થી શોમાં નથી દિશા વાકાણી


દિશા વાકાણી વર્ષ 2008 થી દયાબેનનું પાત્ર નિભાવી રહી હતી. દિશા વાકાણી એ દયાબેનના પાત્રને આઈકોનિક બનાવી દીધું. પરંતુ 2017 થી દિશા વાકાણી મેટરનીટી લીવ પર છે અને શોમાંથી બ્રેક લઈ લીધો છે. 2017 થી એવા ઘણા ટ્વિસ્ટ દેખાડવામાં આવ્યા જેમાં દિશા વાકાણીની એન્ટ્રીને લઈને ચર્ચાઓ થઈ પરંતુ આજ સુધી દિશા વાકાણીએ શોમાં એન્ટ્રી કરી નથી.


આ પણ વાંચો: Aryan Khan ના શોમાં Bobby Deol ની એન્ટ્રી, કોફી વીથ કરનમાં બોબી દેઓલે કરી ચર્ચા


જોકે શોના દર્શકો પણ દિશા વાકાણીની એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખૂદ મેકર્સ પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે શોમાં ફરીથી દયાબેન નું પાત્ર જોવા મળશે. ત્યાર પછી આ વખતે કન્ફર્મ જાહેરાત કરવામાં આવી હતી કે દિવાળી પર દિશા વાકાણી એટલે કે દયાબેન ગોકુલધામમાં આવશે. હવે જોવાનું રહ્યું કે આ વખતે ખરેખર શોમાં દયાબેનની એન્ટ્રી થશે કે નહીં.