Aryan Khan ના ડેબ્યુ શોમાં Bobby Deolની એન્ટ્રી, નવા શો વિશે કોફી વીથ કરનમાં બોબી દેઓલે કરી ચર્ચા

Koffee With Karan 8: ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ જોવા મળશે. આ બંને ભાઈઓ પણ કોફી વિથ કરનમાં ઘણા બધા ખુલાસા કરવા જઈ રહ્યા છે.

Aryan Khan ના ડેબ્યુ શોમાં Bobby Deolની એન્ટ્રી, નવા શો વિશે કોફી વીથ કરનમાં બોબી દેઓલે કરી ચર્ચા

Koffee With Karan 8: બોલીવુડ ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની આઠમી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. શોના પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. જેમના નિવેદનના કારણે તેઓ વિવાદમાં આવ્યા હતા અને લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. હવે આ શોના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ જોવા મળશે. આ બંને ભાઈઓ પણ કોફી વિથ કરનમાં ઘણા બધા ખુલાસા કરવા જઈ રહ્યા છે.

જોકે હાલ તો ચર્ચા બોબી દેઓલના નવા પ્રોજેક્ટને લઈને થઈ રહી છે. કોફી વિથ કરનમાં બોબી દેઓલએ પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ખુલાસો કર્યો હતો. બોબી દેઓલ એ જણાવ્યું હતું કે તે શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાનના ડાયરેક્શનમાં બની રહેલા શોનો એક ભાગ છે. આર્યન ખાનનો ડેબ્યુ શો સ્ટારડમ હશે. જેમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. આર્યન ખાનના ડાયરેક્શનમાં બનનાર આ પહેલો શો હશે જેના 6 એપિસોડ હશે. 

આર્યન ખાને ડાયરેક્શન ઉપરાંત આ શો લખ્યો પણ છે. આ શોમાં બોબી દેઓલ સિવાય અન્ય સ્ટારકાસ્ટમાં કયા કયા કલાકારો છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. જણાવી દઈએ કે બોબી દેઓલ આ પહેલા રેડ ચીલીના બે પ્રોજેક્ટ લવ હોસ્ટેલ અને ક્લાસ ઓફ 83 માં કામ કરી ચૂક્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો બોબી દેઓલની ફિલ્મ એનિમલ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણબીર કપૂર અને રશ્મિકા મંદના તેમજ અનિલ કપૂર જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news