મુંબઈ : આવારા, શ્રી 420, મેરા નામ જોકર જેવી હિન્દી ફિલ્મ જગતની મહાન ફિલ્મો જે સ્ટુડિયોમાં બની છે તે આર.કે. સ્ટુડિયો હવે ગોદરેજ પ્રોપર્ટી ખરીદવાની તૈયારીમાં છે. ચેમ્બુરમાં 2.2 એકરમાં આવેલો જમીનનો આ ટુકડો ગોદરેજ ગૃપ ખરીદવા માંગે છે. આ ડીલમાં ત્રણ લોકો સીધી રીતે સંકળાયેલા છે. ટાઇમ્સ નાઓના રિપોર્ટ પ્રમાણે ટ્રાન્ઝેક્શનની કિંમત 170 કરોડથી 190 કરોડ વચ્ચે હશે. ડીલ દિવાળી પછી રજિસ્ટર કરાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટુડિયો 70 વર્ષ પહેલા ભારતીય સિનેમા જગતના મહાન શો-મેન તરીકે ઓળખાતા રાજ કપૂરે બનાવ્યો હતો. ગોદરેજ પ્રોપર્ટી સાવચેતી રાખીને આ જમીનનો ટુકડો ખરીદવા માંગે છે. આવનારા કેટલાંક અઠવાડિયાઓમાં આ ડીલ ફાઈનલ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં રાજ કપૂરના પત્ની ક્રિષ્ણા રાજ કપૂરનું અવસાન થઈ ગયુ હતુ. અત્યારે આ પ્રોપર્ટીના માલિક રાજ કપૂરના ત્રણ દીકરા રણધીર કપૂર, રિશી કપૂર અને રાજીવ કપૂર તથા દીકરીઓ રિતુ નંદા અને રીમા જૈન છે.


Bigg Boss 12 : ઘરમાંથી નીકળતા જ અનૂપ જલોટાનો મોટો ખુલાસો, કહ્યું, ‘હું અને જસલીન....’


છેલ્લે આર. કે. સ્ટુડિયોની ફ્લ્મિ આ અબ લૌટ ચલેં ફ્લ્મિનું શૂટિંગ થયું હતું. એ ફ્લ્મિ પીટાઈ જતાં આર. કે. બેનરમાં ફ્લ્મિો બનાવવાનું બંધ થઈ ગયું હતું. એ પછીથી આર.કે. સ્ટુડિયો લાંબા સમયથી મોટેભાગે ટીવી સીરિયલોના શૂટિંગ માટે જ વપરાતો હતો. કેટલીક ફ્લ્મિોના થોડાક ભાગનું શૂટિંગ અહીં થતું હતું. જેમ કે 2002માં આવેલી ફ્લ્મિ ‘રાઝ’ના ક્લાઈમેક્સના દ્રશ્યો અહીં ફ્લ્મિાવાયા હતા. શાહરૂખ ખાનની ‘હેપી ન્યૂ યર’ અને ‘જબ હેરી મેટ સેજલ’ના કેટલાક ભાગનું શૂટિંગ પણ અહીં થયું હતું. 


BREAKING : 2019માં નહીં થઈ શકે અર્જુન અને મલાઇકાના લગ્ન કારણ કે...


2017ના સપ્ટેમ્બર મહિનામાં સ્ટુડિયોમાં સુપર ડાન્સર સીરીયલનું શૂટિંગ ચાલતું હતું એ વખતે અકસ્માતમાં સ્ટુડિયોનો ઘણો મોટો ભાગ સળગી ગયો. આ સંજોગોમાં રિપેરિંગ પછી આવક વધે એની કોઈ ખાતરી નહોતી અને એટલે કપૂર ભાઈઓએ હૈયા પર પથ્થર મૂકીને આર. કે. સ્ટુડિયો વેચવાનો નિર્ણય કરી લીધો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...