નવી દિલ્હી : બોલિવૂડમાં કેદાર શર્મા એવા ફિલ્મકાર છે જેમની મહેનતને કારણે રાજ કપૂર, ભારત ભુષણ, મધુબાલા, માલા સિંહા અને તનુજા જેવા એક્ટર્સ સુપરસ્ટાર બની શક્યા હતા. ચર્ચા હતી કે ગરમ મગજના અને કડક ડિરેક્ટરના 25 પૈસા માટે આ સ્ટાર્સ તરસતા હતા કારણ કે તેઓ જો કામથી ખુશ થાય તો સરપાવ તરીકે આ 25 પૈસા આપતા હતા. 1999માં 29 એપ્રિલે કેદાર શર્માએ છેલ્લા શ્વાસ લીધા હતા. કેદાર શર્મા એટલા ગરમ મગજના હતા કે જો સેટ પર કોઈ સ્ટાર બરાબર કામ ન કરે તો તેઓ થપ્પડ મારી દેતા પણ અચકાતા નહોતા. રાજ કપૂર અને તનુજા પણ કેદાર શર્માની થપ્પડ ખાઈ ચુક્યા છે. જોકે પછી એવી વાયકા ચાલી હતી કે જે સ્ટાર તેમની થપ્પડ ખાય છે એ સુપરસ્ટાર બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મમેકરનું આખું નામ છે કેદાર નાથ શર્મા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે 1933માં તેમને અનાયાસે દેવકી બોસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ પુરાણ ભગત જોવાની તક મળી હતી અને તેઓ ફિલ્મોના જાદુમાં ખોવાઈ ગયા હતા. તેઓ ફિલ્મમેકર બનવાના પોતાના સપનાને પુરું કરવા માટે કોલકાતા ચાલ્યા ગયા હતા કારણ કે એ સમયે ફિલ્મમેકિંગનું સૌથી મોટું કેન્દ્ર કોલકાતા હતું. 


Birthday Special : એક સમયે રસ્તામાં મળે એટલા લોકો લાગતા પગે ! હવે કરે છે આ કામ....


બોલિવૂડના શોમેન ગણાતા ફિલ્મમેકર રાજ કપૂરને બોલિવૂડમાં લાવવાનું શ્રેય કેદાર શર્માને જાય છે. 1947માં ફિલ્મ નીલકમલથી કેદાર શર્માએ રાજ કપૂરને બોલિવૂડમાં એન્ટ્રી આપી હતી. આ ફિલ્મ પહેલાં રાજ કપૂર તેમના યુનિટમાં ક્લેપ બોયનું કામ કર્યું હતું. કેદાર શર્માએ જ 1950માં ફિલ્મ બાવરે નૈનમાં ગીતા બાલીને પહેલીવાર એક્ટિંગની તક આપી હતી. 


કેદાર શર્માએ બોલિવૂડને રાજ કપૂર, દીલિપ કુપાર, ગીતા બાલી અને નગરિસ જેવા સ્ટાર્સ આપ્યા તો સાથેસાથે ઇન્કલાબ, પુજારિન, વિદ્યાપતિ અને બડી દીદી જેવી ફિલ્મો પણ આપી. કેદાર શર્માએ બાળકો પણ માટે અનેક ફિલ્મો બનાવી હતી જેમાં જયદીપ, ગંગા કી લહરેં તેમજ ગુલાબ કા ફુલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...