મુંબઈ : નવી દિલ્હી : બોલિવૂડના સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ના લગ્નને આજે એક વર્ષ થઈ ગયું છે. 14 નવેમ્બર, 2018ના દિવસે આ રોમેન્ટિક જોડી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ઇટાલીમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આજે પહેલી wedding anniversary આ પાવર કપલ તિરુપતિ બાલાજી મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં દર્શન કરવા જતી વખતે દીપિકાએ દુલ્હનની જેમ જ લાલ સાડી તેમજ એની સાથે હેવી જ્વેલરી અને માથામાં સિંદૂરનો ગેટઅપ ધારણ કર્યો હતો. આ પ્રસંગે રણવીર પણ શેરવાનીમાં જોવા મળ્યો. દીપિકા સાથે કલર કોમ્બિનેશન કરતાં શેરવાની પર તેણે લાલ દુપટ્ટો પહેર્યો હતો. દીપિકા અને રણવીરે પરિવાર સાથે દર્શન કર્યા હતા. હવે તેઓ 15 નવેમ્બરે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જઈને શિશ ઝૂકાવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...