મુંબઈ : બોલિવૂડમાં સંબંધોની સમીકરણ સમયાંતરે બદલાઈ જતા હોય છે. કોઈવાર જુના પ્રેમીઓ મિત્રો બનીને સંબંધ નિભાવતા હોય છે અને કોઈવાર દુશ્મન બનીને દુશ્મની. બોલિવૂડના આવા એક્સ પ્રેમીઓ છે રણબીર અને દીપિકા. બ્રેકઅપ પછી રણબીરના જીવનમાં હાલમાં પ્રેમિકા તરીકે આલિયા ભટ્ટનું નામ ચર્ચામાં છે જ્યારે દીપિકા-રણવીર સિંહના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. આ સંજોગોમાં દીપિકાનો એક ઇન્ટવ્યૂ વાઇરલ બન્યો છે જેમાં તેણે રણબીર સાથેના બ્રેકઅપના કારણોની ચર્ચા કરી છે. આલિયા જો આ ઇન્ટરવ્યૂ વાંચી લો તો ચોક્કસ રણબીરની સમસ્યા વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકાએ એક ઈન્ટવ્યૂમાં રણબીર અને તેના બ્રેકઅપ માટેના કારણનો ખુલાસો કર્યો છે. દીપિકાએ રણબીરનું નામ લીધા વિના જ બ્રેકઅપનું દુ:ખ વ્યક્ત કર્યુ છે. એક ઈન્ટવ્યૂમાં દીપિકાએ કહ્યું કે, મેં તેને રંગે હાથ પકડ્યો હતો અને તે સમયે મેં બધા જ ઈમોશન ભૂલીને અલગ થવાનો નિર્ણય લીધો હતો. મારા માટે કોઈની સાથે પર્સનલ થવા માટે માત્ર ફિઝિકલ થવું જરુરી નથી. મને લાગે છે તમારી ભાવનાઓ જોડાય તે પણ જરુરી છે પરંતુ મારા જેવું બધા વિચારતા હોય તે જરુરી નથી.


દીપિકાએ આગળ કહ્યું કે, હું જ્યારે રિલેશનમાં હતી ત્યારે મને ઘણાં લોકોએ કહ્યું કે તે તને છેતરી રહ્યો છે. હું પોતે આ વાત જાણતી હતી પરંતુ તેને મારી આગળ રિલેશનની ભીખ માંગતા જોઈને મેં બીજી તક આપી. તેમ છતાં એક દિવસ મેં તેને રંગે હાથ પકડ્યો. દીપિકાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે છેતરપિંડી કરવી એ કોઈની આદત બની જાય તો તમે રિલેશનમાં ગમે તેટલા એફર્ટ કરો તો પણ હારી જાઓ છો. બ્રેકઅપ પછી હું ઘણાં દિવસો સુધી રડતી રહી. સમય જતાં હું વધુ સારી વ્યક્તિ બની અને આગળ વધી ગઈ.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...