Fighter Trailer: પાકિસ્તાનને તેના વિશ્વાસઘાતનો જવાબ આપશે દીપિકા અને ઋત્વિક, ધાંસુ છે ફાઈટર ફિલ્મનું ટ્રેલર
Fighter Trailer: ફાઇટર ફિલ્મમાં પહેલી વખત દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશન એક સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદએ કર્યું છે.
Fighter Trailer: ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની મચઅવેટેડ ફિલ્મ ફાઈટરનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ધમાકો થઈ ગયો છે. ગણતરીની જ મિનિટોમાં ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. ટ્રેલરમાં દીપિકા અને ઋત્વિકની કેમેસ્ટ્રી પણ જોવા મળે છે.
આ પણ વાંચો:Raid 2 ફિલ્મમાં વાણી કપૂર બાદ રિતેષ દેશમુખની થઈ એન્ટ્રી, વિલન તરીકે જોવા મળશે રિતેષ
ફાઈટર ફિલ્મ જોરદાર એક્શન અને દેશભક્તિથી ભરપૂર હશે. ફિલ્મની એક ઝલક જોઈને લોકોમાં ફિલ્મ જોવાને લઈને બેચેની વધી ગઈ છે. ટ્રેલરમાં જોવા મળે છે કે એરફોર્સના સૈનિકો દેશની સુરક્ષા કરવા માટે એક મિશન પણ નીકળે છે. પાકિસ્તાને કરેલા વિશ્વાસઘાતનો બદલો લેવા એરફોર્સની આ ટીમ નીકળે છે.
આ પણ વાંચો: ભારતીય સિનેમામાં આ અભિનેત્રીએ આપ્યો પહેલો કિસ સીન, 4 મિનિટ સુધી ચાલ્યો હતો સીન
ફાઈટર ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશનની સાથે અનિલ કપૂર પણ ફાઈટર પાયલેટ બનીને ચાહકોનું દિલ જીતી લેવા માટે તૈયાર છે. ફાઈટર ફિલ્મના ટ્રેલરના કેટલાક સીન્સ એવા છે જે તમારું પણ દિલ જીતી લેશે.
ફાઇટર ફિલ્મમાં પહેલી વખત દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશન એક સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદએ કર્યું છે.