Deepika Padukone Life: દીપિકાએ પર્સનલ લાઈફ અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું- વારંવાર આવતો હતો આત્મહત્યાનો ખ્યાલ
Deepika Padukone Life: દીપિકા પાદુકોણે મોડલિંગથી લઇને એક્ટિંગ સુધીની ઘણી લાંબી યાત્રા તય કરી છે. તેના જીવનમાં ઘણા ઇમોશનલ ઉતાર-ચઢાવ પણ આવ્યા હતા. એક સમયે તો તે ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી. પરંતુ તેમાંથી તે બહાર આવી અને આજે લોકોને તેની સામે લડવા માટે પ્રેરિત કરે છે.
Deepika Padukone Life: એક એક્ટ્રેસ ભલે પરદા પર અને પોતાની સોશિયલ લાઈફમાં હસતી-ખેલતી જોવા મળે, પરંતુ ઘણી વખત તે પોતાના અંગત જીવનમાં ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થતી હોય છે. જેના વિશે કોઈને ખબર હોતી નથી. દીપિકા પાદુકોણ પણ આઠ-દસ વર્ષ પહેલા આ સમયમાંથી પસાર થઈ ચૂકી છે. જ્યારે તે પોતાના કરિયરમાં ટોપ પર હતી. તેની ફિલ્મો હિટ થઈ રહી હતી. દીપિકા તે મુશ્કેલ દોરમાંથી પસાર થઈ ચૂકી છે અને હવે માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત મામલે ખુલ્લીને વાત કરે છે. દીપિકા મેન્ટલ હેલ્થ પર લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવે છે. તે પોતે live laugh love નામનું ફાઉન્ડેશન ચલાવે છે, જે આ દિશામાં કામ કરે છે અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સમાનો કરતા લોકોની મદદ કરે છે.
જ્યારે હાવી થઈ ગયું હતું ડિપ્રેશન
હાલમાં મુંબઇમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી દીપિકાએ કહ્યું કે, તેના જીવનમાં એવો પણ સમય હતો, જ્યારે તે તેના કરીયરમાં ટોપ પર હતી. તેની પાસે બધુ જ હતું પરંતુ ચેન ન હતો. તે ડિપ્રેશનની શિકાર થઈ ગઈ હતી. તેણે વર્ષ 2014 ને યાદ કરતા કહ્યું કે, હું મારી જાતને એકલી અનુભવી રહી હતી. તેણે કહ્યું કે, તે ઘણા સમય પછી સમજી શકી હતી કે ડિપ્રેશન તેના પર હાવી થઈ ગયું છે.
હાથકડી પહેરાવી પોલીસે જેઠાલાલની કરી ધરપકડ, છેલ્લી ઘડીએ આ શખ્સે બચાવ્યો જીવ
તેણે કહ્યું કે, ત્યારે કોઈ કારણ ન હતું કે, હું નિરાશ-હતાશ થતી. પરંતુ તેમ છતાં ખબર નહીં શું હતું કે હું એકવાર પલગ પર પડ્યા પછી ઉઠવા માંગતી ન હતી. હું માત્ર સુઈ રહેવા માંગતી હતી કેમ કે, મને લાગતું હતું કે, માત્ર આ રીતે હું દુનિયામાં કોઈપણનો સામનો કરવાથી બચી શકું છું. તે એવો સમય હતો જ્યારે મને વારંવાર આત્મહત્યા કરવાનો ખ્યાલ આવતો હતો.
માતા સમજી ગઈ હતી કે કંઇક ગડબડ છે
દીપિકાએ કહ્યું કે, ખરેખરમાં મારી માતા મને આ સ્થિતિમાં જોયા બાદ સમજી ગઈ હતી કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે અને ડોક્ટરને મળવું જોઇએ. દીપિકાના જણાવ્યા અનુસાર, મારી હાલત જોયા બાદ મારી માતાએ મને પૂછ્યું કે શું કોઈ બોયફ્રેન્ડનો મામલો છે અથવા પછી કામમાં કંઇક ગડબડ છે. સામાન્ય રીતે તેઓ આવા સવાલ પૂછતા નથી, પરંતુ ત્યારે એવું કંઈ ન હતું. બસ, મને મારી અંદર એકલતા અનુભવ થતી હતી. ત્યારબાદ અમે અમારા ફેમિલી કાઉન્સલરને મળ્યા. તેમણે કહ્યું કે, મારે સાઈકિએટ્રિસ્ટ પ્રોફેશનલની મદદ લેવાની જરૂર છે અને તે એકદમ સાચું હતું.
UK માં ગુજરાતીઓનો વટ પાડ્યો! ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરયાત્રા કાઢી
ઘણા મહિનાઓ સુધી મેં સાઈકિએટ્રિસ સાથે મિટિંગ કરી, દવાઓ લીધી અને ત્યારે તે મુશ્કેલ સમયમાંથી બહાર આવી છું. દીપિકાનું કહેવું છે કે, આપણા સમાજમાં આ વાતને લોકો સારી નથી ગણતા કે તમે કોઈ સાઈકિએટ્રિસ્ટ પાસે તમારી સારવાર કરાવી રહ્યા છો. હુમ મારી દિમાગી હતાશા માટે દવાઓ લેવા માંગતી ન હતી, પરંતુ જ્યારે મેં દવા લેવાનું શરૂં કર્યું, ત્યારે મેં મારી અંદર પરિવર્તનનો અનુભવ કર્યો અને મને ફરીથી બધુ જ સામાન્ય અને સારો અનુભવ થવા લાગ્યો. સત્ય એ છે કે, આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી જોઇએ અને ડોક્ટરની પાસે જવાથી ગભરાવવું જોઇએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube