Deepika Padukone Reaction: બોલીવુડ એક્ટર રણવીર સિંહ હાલ ખૂબ ચર્ચાનો ભાગ બનેલો છે. જ્યારથી તેમણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે ત્યારથી તે દરેક જગ્યાએ છવાયેલા છે. રણવીરનું આ ફોટોશૂટ એક મેગેજીન માટે કરાવ્યું છે. રણવીરના ફોટા ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સેલેબ્સના આ ફોટા પર અલગ-અલગ રિએક્શન આવી રહ્યા છે. તમામ દીપિકા પાદુકોણના રિએક્શનની રાહ જોઇ રહ્યા હતા. હવે રણવીરના ફોટોશૂટ પર દીપિકાનું રિએક્શન સામે આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર સિંહના ફોટોશૂટનું ઘણા લોકો પ્રશંસા કરી રહ્યા છે તો ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. દરેક પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. દીપિકાનું આ રિએક્શાન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. 

આવું તો રણવીર જ કરી શકે...કેમેરા સામે રણવીરે ચડ્ડી સુધ્ધા કાઢી નાખી, ઇન્ટરનેટ પર મચી ગઇ બબાલ


આવું હતું દીપિકાનું રિએક્શન
રણવીરના ફોટોશૂટથી દીપિકા ખૂબ ઇંપ્રેસ થઇ. શૂટની શરૂઆતથી તે લૂપઇન હતી અને તેમને આ કોન્સેપ્ટ ખૂબ પસંદ આવ્યો હતો. ઇન્ટરનેટ પર શેર થતાં પહેલાં જ દીપિકા આ તસવીરો જોઇ ચૂકી હતી. રિપોર્ટ્સ અનુસાર રણવીરનું ફોટોશૂટ પહેલાંથી પ્લાન કરવામાં આવ્યું હતું અને તે પોતાના વિઝનને લઇને ખૂબ ક્લિયર હતા. તે તેને કરવા માંગતા હતા. સૂત્રોના અનુસાર તે આ ફોટોશૂટ માટે પુરી રીતે કંફર્ટેબલ હતા અને સરપ્રાઇઝ ન હતા, જ્યારે ન્યૂડ ફોટોશૂટની વાત આવી હતી. 

દીપિકા હંમેશા રણવીરને કરે છે સપોર્ટ
સુત્રએ વધુમાં જણાવ્યું કે, દીપિકાએ રણવીરને હંમેશા સપોર્ટ કર્યો છે અને રણવીરની સૌથી મોટી ચીયર લીડર રહી છે. તો જ્યારે પણ કંઈક અલગ કરવાની વાત આવે છે, દીપિકા હંમેશા તેની સાથે હોય છે.


મારા માટે નગ્ન થવું ઘણું સરળ: રણવીર
રણવીર સિંહે હાલમાં જ પેપર મેગઝીન માટે કપડા પહેર્યાં વગર ફોટોશૂટ કરાવ્યું હતું. રણવીરે આ ફોટોશૂટ વિશે જણાવ્યું હતું કે, 'મારા માટે ફિઝિકલી નગ્ન થવું ઘણું સરળ છે. મારા કેટલાક અભિનયમાં મને નગ્ન કર્યો છે. તમે તેમાં મારી આત્માને જોઈ શકો છો. હું હજારો લોકોની સામે મારા તમામ કપડા ઊતારી શકું છું. મને કોઈ ફરક નહીં પડે પરંતુ ત્યાં હાજર લોકો થોડા અનકમ્ફર્ટેબલ થઈ જશે.'


રણવીર પોતાના ફેશન સેંસ માટે જાણિતા છે. તે અવાર નવાર પોતાના ફોટા શેર કરતા રહે છે. દરેક વખતે રણવીરનો અતરંગી અવતાર ફેન્સને જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube