Deepika Padukone: દીપિકા પાદુકોણ સફળતાના સાતમા આસમાને, બની દાયકાની Sexiest એશિયન વૂમન
Deepika Padukone: દીપિકા પાદુકોણ એશિયાની સૌથી સેક્સીએસ્ટ વૂમન જાહેર થઇ છે. બોલીવુડ સુપર સ્ટાર દીપિકા પાદુકોણ માટે મોટા સમાચાર છે. રણવીર સિંહની પત્ની દીપિકાને દસકાની સેક્સીએસ્ટ એશિયન વૂમનનો ખિતાબ મળ્યો છે.
નવી દિલ્હી : બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone) હાલમાં સફળતાના સાતમા આસમાને છે. તાજેતરમાં જ તેણીની આગામી ફિલ્મ છપાકનું (Chhapaak) ટ્રેલર (Trailer) રિલીઝ થતાં જ તે ચર્ચામાં આવી છે. તો બુધવારે મેન્ટલ હેલ્થ કેર માટે 26મા વાર્ષિક ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરાઇ. આ સંજોગોમાં વધુ એક મોટા સમાચાર આવ્યા છે. દીપિકા આ દસકાની એટલે કે 10 વર્ષની સૌથી સેક્સીએસ્ટ એશિયન વૂમન (Sexiest Asian Woman) બની છે.
Chhapaak trailer Out: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ, જોઈને રૂંવાડા થશે ઉભા
અમારી સહયોગી વેબસાઇટ DNA માં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર દીપિકા પાદુકોણ ને તાજેતરમાં જ એક ઓનલાઇન પોલ દ્વારા દસકાની સૌથી સેક્સીએસ્ટ એશિયન વૂમન જાહેરા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક