Pathaan Box office collection day 2: 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયા બાદથી શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, અને જ્હોન અબ્રાહમ અભિનિત ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. બીજા દિવસે પણ આ સિલસિલો ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પઠાણે બીજા દિવસે લગભગ 70 કરોડની કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટને માનીએ તો ફિલ્મે બીજા દિવસે ઈન્ડિયામાં 70 કરોડ સુધીનું કલેક્શન કરી લીધુ છે. ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 57 કરોડની કમાણી કરી હતી. એ રીતે જોતા ફિલ્મનું કલેક્શન બે દિવસમાં જ 127 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલેક્શનના મુકાબલામાં પઠાણ હવે ફક્ત સાઉથ ફિલ્મો KGF 2 અને RRR થી જ પાછળ છે. હિન્દીમાં તો આ ફિલ્મે અત્યાર સુધીમાં કોઈ પણ ફિલ્મને મળતી સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ બનાવ્યો છે. એ કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મને 26 જાન્યુઆરીની રજાનો ફાયદો થયો છે અને દર્શકો થિયેટરોમાં જોવા મળી રહ્યા છે. ગુરુવાર રાતે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર પઠાણના બોક્સ ઓફિસ કલેક્શન અંગે વાત કરી હતી. બીજા દિવસે પઠાણનું 3 નેશનલ ચેન્સ આઈનોક્સ, સિનેપોલીસ અને પીવીઆરમાં પ્રદર્શન અનસ્ટોબેલ રહ્યું હતું. ફિલ્મે બીજા દિવસે લગભગ 31.60 કરોડ ફક્ત આ ત્રણ ચેન્સથી જ કમાણી કરી લીધી. પહેલા દિવસે આ ત્રણ ચેન્સમાં કમાણી 27.08 કરોડ હતી. 


કરીનાથી સની લિયોની સુધી, જ્યારે લીક થયા હતા અભિનેત્રીઓના MMS,મચી ગયો હતો હંગામો


પઠાણે પહેલા દિવસે બનાવી દીધા 10 નવા રેકોર્ડ્સ, બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ


TMKOC: 'તારક મહેતા...'ના ટપ્પુની ગર્લફ્રેન્ડ છે એકદમ સુંદર..એક ઝલક જોઈને ધબકારા વધશે


અત્રે જણાવવાનું કે ફિલ્મ પહેલેથી જ વિવાદમાં હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ પણ જોવા મળ્યો. પરંતુ તેની કોઈ ખાસ અસર ફિલ્મ પર જોવા મળી નહીં. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. ફિલ્મના ગીત બેશરમ રંગ ને લઈને પણ ખુબ વિવાદ થયો. દીપિકાની ભગવા બિકિની અને બોલ્ડ ડાન્સ પર કેટલાક  ધાર્મિક અને રાજકીય સંગઠનોએ આપત્તિ જતાવી. ત્યારબાદ સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાના આદેશ આપ્યા અને પછી મેકર્સે ફિલ્મમાં કેટલાક જરૂરી  ફેરફાર સાથે ફિલ્મને રિલીઝ કરી. આ ફિલ્મથી શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ વાપસી કરી છે. આ અગાઉ ફિલ્મ ઝીરો 2018માં રિલીઝ થઈ હતી. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube