મુંબઇ: બોલીવુડની અગ્રણી મહિલા દીપિકા પાદુકોણે પોતાની આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ અભિનેત્રીના કેરિયરની સૌથી વધુ સમય લેનાર ફિલ્મ સાબિત થઇ રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના લુકને ખૂબ વખાણવામાં આવી રહ્યો છે પરંતુ આ સૌથી મુશ્કેલીભર્યું કામ હોય છે કારણ કે મેકઅપને યોગ્ય રીતે પુરો કરવામાં દરરોજ લગભગ 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે. અહીં સુધી કે મેકઅપ ઉતારવા અને પોતાના સામાન્ય રૂપમાં પરત ફરવા માટે તેનાથી પણ વધુ સમય લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક એસિડ પીડિતના પાત્રમાં ઢાળવા માટે દીપિકા પાદુકોણ ફિલ્મમાં માલતીના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં જ પહેલો લુક જાહેર કરવામાં આવ્યો હતો જેને અવિશ્વનીય સમાનતાના કારણે દર્શકોમાં હલચલ પેદા કરી દીધી છે. અભિનેત્રી દરરોજ આ લુકમાં આવવા અને તેનાથી બહાર નિકળવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને દરરોજ મેકઅપ માટે આટલા કલાક સુધી બેસીને ધૈર્યનું પ્રદર્શન કરે છે. 


માનવીય ભાવનાનું પ્રદર્શન કરતાં, દીપિકા પાદુકોણ છપાકમાં માલતીની જીવનગાથા રજૂ કરશે. અભિનેત્રી ફક્ત ફિલ્મમાં અભિનય કરી રહી છે પરંતુ એક નિર્માતાના રૂપમાં પણ પોતાનું ડેબ્યૂ કરી રહી છે. એક પછી એક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરતાં, દીપિકા પાદુકોણ બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબની સાથે-સાથે 200 કરોડ ક્લબની પણ નિર્વિવાદ રૂપથી ક્વિન છે. દીપિકા પાદુકોણ હાલમાં પોતાનું ધ્યાન હટાવવા માટે માર્વલસ મિસેસ મેસેલ જોઇ રહી છે જે હવે શૂટિંગ બાદ અભિનેત્રી માટે એક દિનચર્યા બની ગઇ છે. 


પદ્માવતમાં રાણી પદ્મિનીના સાહસ અને વીરતાને પડદા પર રજૂ કર્યા બાદ, દીપિકા પાદુકોણ હવે માલતીની સાથે બહાદુરી અને માનવીય ભાવનાની વધુ એક કહાણી રજૂ કરવા માટે તૈયાર છે. લક્ષ્મી અગ્રવાલના જીવનની અસલી કહાણીને રજૂ કરતાં, છપાક એક મહિલાની તાકાત અને સત્યનિષ્ઠાની કહાણી છે.