Deepika Padukone yellow gown : બોલિવુડ મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની પ્રેગનેન્સીના દિવસો એન્જોય કરી રહી છે. હાલમાં જ દીપિકા મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થઈ હતી. જેમાં તેણે સુંદર યલો કલરનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ નજર આવ્યું હતુ. ત્યારે હવે આ ગાઉનને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. કહેવાય છે કે, આ સુંદર ગાઉનની હરાજી કરવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકાના ગાઉનની હરાજી
મોમ ટુ બી દીપિકા પાદુકોણે શુક્રવારે પોતાની 82°E નામની બ્યૂટી બ્રાન્ડ દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી. આ પ્રસંગે તેણે યલો કલરનું ગાઉન પહેર્યું હતું. જેમા તેના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો ઝળકી રહ્યો હતો. તેના આ લુકની ચર્ચા ચારેકોર થઈ રહી હતી. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી. 


ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટ


 



 


હવે ખબર છે કે, દીપિકા પાદુકોણે આ ગાઉનની હરાજી કરી છે. ખુદ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, ફ્રોશ ઓફ ધ રેક, આના પર કોનો હાથ છે. હંમેશની જેમ આય @tlllfoundation ની પહેલને સપોર્ટ કરે છે. ચેરિટી માટે ફ્રેશ ઓફ ધ રેકની પહેલને હરાજીમાં રાખ્યો છે. 


કેટલામાં વેચાયુ ગાઉન
એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર લિંક શેર કરતા જણાવ્યું કે, આ ગાઉન 34 હજારમાં વેચાયું છે. દીપિકા ગાઉનના રૂપિયાને ડોનેટ કરવાની છે. 


 


મારી નાંખ્યા! મે કરતા તો જુનની આગાહી ખતરનાક છે, હીટવેવનો બીજો રાઉન્ડ આવશે