Koffee With Karan 8: કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરન'ની દરેક સીઝન કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહી છે. આ શોની 8 મી સીઝન ટુંક સમયમાં ઓન એર થવા જઈ રહી છે. ચર્ચા છે કે આ શોના પહેલા ગેસ્ટ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હશે. આ ચેટ શોમાં રણવીર અને દીપિકા તેમના લગ્નનો વીડિયો પણ દેખાડશે. જેને લઈને આ જોડીના ચાહકો ઉત્સાહિત છે. આ પહેલીવાર હશે જ્યારે આ કપલના લગ્નનો વીડિયો જોશે. જો કે આ જોડી પણ પહેલીવાર એક સાથે કોફી વીથ કરનમાં જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કાસ્ટિંગ કાઉચને લઈ અનુપમા ફેમ રુપાલી ગાંગુલીએ કર્યો ધડાકો, કહી દીધી મોટી વાત


નેશનલ એવોર્ડ જીત્યાની ખુશીમાં આલિયા ભટ્ટે આ વસ્તુ પાછળ ખર્ચ કરી દીધા 3.5 કરોડ રૂપિયા


Scam 2003 Part 2: નવેમ્બર મહિનાની આ તારીખે જોવા મળશે ધ તેલગી વેબ સીરીઝનો બીજો પાર્ટ


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને બોલીવુડનું પાવર કપલ છે. આ પહેલી વખત હશે જ્યારે લગ્ન પછી બંને એક ચેટ શોમાં સાથે આવશે. આ શોમાં આ સ્ટાર કપલના લગ્નની ક્લિપ્સ પણ ચલાવવામાં આવશે. જે આજ સુધી સામે આવ્યા નથી. આમ તો રણવીર અને દીપિકાના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. પરંતુ તેમણે લગ્નનો વીડિયો શેર કર્યો નથી.



વર્ષ 2018માં ઈટલીમાં કર્યા લગ્ન 

દીપિકા અને રણવીરે તેના લગ્નમાં લોકેશન, આઉટફિટ્સ અને રિસેપ્શન પાર્ટીમાં મોટી રકમ ખર્ચી હતી. આ લગ્ન ઈટાલીના લેક કોમોમાં થયા હતા. રણવીર અને દીપિકાની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા-રામલીલા'ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. આ બધી જ વાતોને લઈને નવા નવા ખુલાસા કોફી વીથ કરનમાં થઈ શકે છે. આ શો 26 ઓક્ટોબરથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.