પ્રિયંકાએ મિસિસ નિક જોનાસ બનવા માટે પસંદ કર્યું જોધપુર કારણ કે...
દીપિકાએ લગ્ન માટે ઇટાલીની પસંદગી કરી હતી જ્યારે પ્રિયંકાની ચોઈસ રાજસ્થાનનું જોધપુર છે
મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બાદ હવે તમામ લોકોની નજર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન પર છે. સગાઈ થઈ ત્યારથી જ આ કપલ સતત ચર્ચામાં છે અને હવે 2 ડિસેમ્બરના દિવસે જોધપુરમાં લગ્ન કરવાના છે. પ્રિયંકા ચોપરાના માતા મધુ ચોપરા તો લગ્નની તૈયારી માટે જોધપુર પહોંચી પણ ચૂક્યા છે.
મુકેશ અંબાણીની દીકરી ઇશાના સંગીતમાં નાચશે કરોડો કમાતી 'આ' અભિનેત્રી
દીપિકાએ લગ્ન માટે ઇટાલીની પસંદગી કરી હતી જ્યારે પ્રિયંકાની ચોઈસ રાજસ્થાનનું જોધપુર છે. પ્રિયંકાની પસંદગી પાછળના રહસ્યનો હવે ખુલાસો થયો છે. તાજેતરમાં જ મધુ ચોપરાને એરપોર્ટ પર મીડિયાએ લગ્ન અંગેના સવાલો કર્યા હતા. જેનો મધુ ચોપરાએ જવાબ પણ આપ્યા. આ જ દરમિયાન લગ્ન સ્થળ તરીકે જોધપુરને પસંદ કરવા અંગે પણ મધુ ચોપરાએ ખુલાસો કર્યો. મધુ ચોપરાએ કહ્યું હતું કે આ મારું ગમતું શહેર છે. એટલે આખી દુનિયા છોડીને અમે અહીં આવ્યા છીએ.
રણવીર સાથે લગ્ન કરતા જ દીપિકાને લાગી મોટી લોટરી, બીજી હિરોઇનો ઇર્ષામાં થશે લાલપીળી
પ્રિયંકા અને નિકની જોડી 2 ડિસેમ્બર, 2018ના દિવસ રાજસ્થાનના ભવ્ય જોધપુરના ઉમેદ ભવન પેલેસેમાં લગ્નના બંધનમાં બંધાશે. પ્રિયંકા અને નિક 18 ઓગસ્ટ, 2018ના દિવસે મુંબઈમાં રોકા સેરિમની વખતે સગાઈના બંધનમાં બંધાયા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બર, 2018ના દિવસે છે પણ મહેંદી અને સંગીત જેવા ફંક્શન તો બે-ત્રણ દિવસ એડવાન્સમાં જ શરૂ થઈ જશે. Spotboye.comના રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ત્રણ દિવસ ચાલશે જેમાં સંગીતનું ફંક્શન 29 નવેમ્બર અને મહેંદીનું ફંક્શન 30 નવેમ્બરે યોજવામાં આવશે.
પ્રિયંકાના સંગીતના ફંક્શન વિશે મહત્વની માહિતી મળી છે કે આ ફંક્શનને કોરિયોગ્રાફર ગણેશ હેગડે કોરિયોગ્રાફ કરશે જેમાં નિક જોનાસ બોલિવૂડના ગીત પર ધમાલ ડાન્સ કરતો જોવા મળશે. આ સંગીત સેરિમનીમાં પ્રિયંકા ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરવાની છે.