નવી દિલ્હી : બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ જોડીના લગ્ન કોંકણી અને સિંધી રિવાજોથી થશે. આ જ કારણે લગ્ન બે દિવસ ચાલશે. આ સિવાય 13 નવેમ્બરે રણવીર-દીપિકાની સંગીત સેરેમની થશે. 14 તારીખે બંને કોંકણી વિધિથી લગ્ન કરશે અને 15 તારીખે સિંધી રિવાજથી લગ્ન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લગ્નના વેન્યુથી માંડીને મેન્યુ સુધીની વસ્તુ ખાસ પસંદ કરવામાં આવી છે. લગ્નના આઉફિટ્સ, જ્વેલરી અને વેડિંગ કાર્ડ સ્પેશિયલ છે. આ લગ્નને ભવ્ય રીતે કરાવવાની જવાબદારી દિલ્હીના જાણીતા વેડિંગ પ્લાનર વંદના મોહનને સોંપવામાં આવી છે. વંદનાની કંપની 'ધ ડિઝાઇનર કંપની' આ તમામ વ્યવસ્થા સંભાળી રહી છે. આમ, દીપિકા અને રણવીરના લગ્નને હિટ કે ફ્લોપ બનાવવાની ચાવી વંદના મોહન પાસે છે. 


મળતી માહિતી પ્રમાણે લગ્નમાં રણવીરે જાન લઈને આવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. રિપોર્ટ પ્રમાણે, રણવીર સિંહ સી-પ્લેનમાં જાન લઈને આવશે. આ સી-પ્લેનમાં 14 લોકોને બેસવાની ક્ષમતા છે. મતલબ રણવીર સિવાય તેના પરિવારના નજીકના લોકો તેની સાથે સી-પ્લેનમાં આવશે. બાકીના આમંત્રિતો માટે પણ રણવીરે ખાસ વ્યવસ્થા કરી છે. ના લગ્નમાં હાજરી આપનારા મહેમાનોને વેન્યૂ સુધી પહોંચાડવા માટે બે યોટ બુક કરવામાં આવી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...