મુંબઇ :  સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યના ડિવોર્સના સમાચારની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક સાઉથના પાવર કપલના છુટાછેડાના સમાચાર આવ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પાવર કપલ તરીકે જાણીતી સુપર સ્ટાર ધનુષ અને એશ્વર્યાએ છુટાછેડાની જાહેરાત કરી દીધી છે. ધનુષે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોડી રાત્રે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે અધિકારીક રીતે પોતાની પત્ની એશ્વર્યાથી છુટો પડી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનુષ્યએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "18 વર્ષનો સંબંધ, મિત્રતા, કપલ, પેરેન્ટ્સ અને એક બીજાના શુભચિંતક બનીને અમે વિકાસ સાથ્યો, સમજણ, વિકાસ, ભાગીદારીથી સંયુક્ત રીતે આ મઝલ કાપી હતી. આજે અમે ત્યાં ઉભા છીએ જ્યાંથી અમારા રસ્તા છુટા પડી રહ્યા છે. એશ્વર્યા અને મે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે એક બીજાથી છુટા પડીને આનંદ શોધવાનો પ્રયાસ કરીશું. કૃપા કરીને અમારા નિર્ણયનું સન્માન કરવા અપીલ કરું છું અને અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખી યથાઉચીત વ્યવહાર થાય તેવી અપેક્ષા"



અત્રે નોંધનીય છે કે, એશ્વર્યા સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી છે. બંન્નેએ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. આ કપલના બે બાકો યાત્રા અને લિંગા છે. મીડિયામાં અનેક વાર છુટાછેડા અંગેના સમાચારો વહેતા થયા છે. જો કે આ પાવર કપલ આવા સમાચારોથી બચતું આવ્યું છે. પરંતુ આખરે ધનુષ દ્વારા આ અંગે અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી છે. 


ધનુષ પ્રખ્યાત પ્રોડ્યુસર કસ્તૂરી રાજાનો પુત્ર છે. ધનુષ એક્ટર હોવાની સાથે સાથે ડાયરેક્ટર, પ્રોડ્યુસર, ડાંસર, પ્લેબેક સિંગર, લિરિસિસ્ટ અને સ્ક્રીનપ્લે રાઇટર પણ છે 46 ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુપર સ્ટાર ધનુષે અત્યાર સુધીમાં એક ફિલ્મ ફેર એવોર્ડ, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ અને અન્ય 13 મોટા પુરસ્કારો પણ પ્રાપ્ત થઇ ચુક્યાં છે.