નવી દિલ્હી: કોરોના વાયરસે એકવાર ફરીથી  દેશભરમાં કોહરામ મચાવ્યો છે. રોજેરોજ સંક્રમિતોની સંખ્યા રેકોર્ડબ્રેક વધી રહી છે. આજે તો દેશભરમાંથી 1.26 લાખ કરતા વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. હવે એવા સમાચાર છે કે મશહૂર ડાન્સ કોર્યોગ્રાફર અને ટીવી રિયાલિટી શો ડાન્સ દીવાને 3ના જજ ધર્મેશ યેલાન્ડે પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. હવે તે આગામી કેટલાક દિવસ સુધી શોનો ભાગ રહેશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 ક્રુ મેમ્બર્સ હતા કોરોના પોઝિટિવ
અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ આ શોના 18 જેટલા ક્રુ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ શો સાથે જોડાયેલા અન્ય લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાંથી ધર્મેશ અને શોના પ્રોડ્યુસર અરવિંદ રાવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીબાજુ માધુરી દીક્ષિત અને હોસ્ટ રાઘવ જુયાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


ધર્મેશની જગ્યા લેશે આ સિતારા
હાલ ધર્મેતરફથી કોરોના પોઝિટિવ હોવા અંગે કોઈ જાણકારી સામે આવી નથી. મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેશ તે સમયે ગોવામાં હતો જ્યારે તેને કોરોનાના હળવા લક્ષણો ત્યાં મહેસૂસ થયા હતા. હવે કહેવાય છે કે થોડા સમય સુધી ધર્મેશની જગ્યા કોર્યોગ્રાફર પુનિત પાઠક અને શક્તિ મોહન જજ તરીકેની ખુરશી સંભાળશે. 


Corona: PM Modi એ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ સંદેશ


વાયરસના ભયંકર પ્રકોપ વચ્ચે દેશમાં કોરોનાની રસી ખૂટી પડી? જાણો સ્વાસ્થ્ય મંત્રીનો જવાબ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube