મુંબઈ : બોલિવૂડની ખૂબસુરત એક્ટ્રેસ દિયા મિર્ઝા (Dia Mirza) છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ થપ્પડ (THAPPAD)ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે તાપસી પન્નુ સાથે મહત્વના રોલમાં જોવા મળે છે. ફિલ્મમાં તેનો રોલ નાનો પણ દમદાર છે. રિયલ લાઇફમાં પણ દિયા પોતાના પતિ સાહિલ સંઘા (Sahil Sangha)થી અલગ થઈ છે અને તેના ડિવોર્સ દિવસો સુધી ચર્ચાનો વિષય બન્યા હતા. હાલમાં દિયાએ પહેલીવાર પોતાના ડિવોર્સ વિશે સ્પષ્ટતા કરી છે. પિંક વિલાને આપેલા ઇન્ટરવ્યૂમાં દિયા મિર્ઝા (Dia Mirza)એ કહ્યું છે કે તલાક પછી મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે અને લોકોનો મારા પ્રત્યેનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી છે આજે રિલીઝ થયેલી બાગી 3? જાણવા કરો ક્લિક...


દિયાએ જણાવ્યું છે કે જો તમારી અંદર એક ખાસ શક્તિ હશે તો કોઈ પણ સંજોગોમાં તમને ટકી રહેવાની તાકત આપશે નહીંતર તમે તમારી સાથે થતા વર્તનનો સામનો નહીં કરી શકો. દિયાએ જણાવ્યું છે કે ડિવોર્સ પછી લોકોનો મારા પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો હતો. મને લોકોનું વર્તન જોઈને હસવું આવતું હતું. કેટલાક લોકો તમારી તકલીફ સમજે છે તો કેટલાક લોકો તમને ખોટા માને છે. ઘણા બધા લોકો તો તમારી દયા પણ ખાય છે. 


ટીવી સ્ક્રીનના 'રામ'એ કર્યો ખુલાસો, 'સીતા' અને 'લક્ષ્મણ' સાથે બોલ્ડ ફોટોશૂટ માટે આવી હતી ઓફર'


દિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે કેટલાક લોકો મને પુછે છે કે હું આ બધું કઈ રીતે સહન કરું છું અને આટલી તાકતવર કઈ રીતે છું ? મારો જવાબ હોય છે કે હું મારો રસ્તો શોધી લઉં છું અને ઇચ્છું છું કે સામેની વ્યક્તિ પણ પોતાનો રસ્તો શોધી લેશે. દિયાના મતે ડિવોર્સના મામલે લોકોનો, મિત્રોનો તેમજ માતા-પિતાનો પ્રતિભાવ અલગઅલગ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube