ટીવી સ્ક્રીનના 'રામ'એ કર્યો ખુલાસો, 'સીતા' અને 'લક્ષ્મણ' સાથે બોલ્ડ ફોટોશૂટ માટે આવી હતી ઓફર'

ટીવી અને ફિલ્મોના પાત્ર ભારતીય સમાજ પર એવી અસર છોડવામાં સફળ રહ્યા છે જે હંમેશા માટે અમર થઇ ગયા છે. ટીવીના શરૂઆતી દૌરમાં આવનાર જાણિતી સીરિયલ 'રામાયણ (Ramayan)' પણ એવી જ છે. રામાનંદ સાગરની 'રામાયણ'એ પોતાના દર્શકો પર એટલી જ અસર છોડી કે લોકો આ ધારાવાહિકના એક એક્ટર્સને જ અસલી રામ અને સીતાની માફક પૂજવા લાગ્યા હતા

ટીવી સ્ક્રીનના 'રામ'એ કર્યો ખુલાસો, 'સીતા' અને 'લક્ષ્મણ' સાથે બોલ્ડ ફોટોશૂટ માટે આવી હતી ઓફર'

નવી દિલ્હી: ટીવી અને ફિલ્મોના પાત્ર ભારતીય સમાજ પર એવી અસર છોડવામાં સફળ રહ્યા છે જે હંમેશા માટે અમર થઇ ગયા છે. ટીવીના શરૂઆતી દૌરમાં આવનાર જાણિતી સીરિયલ 'રામાયણ (Ramayan)' પણ એવી જ છે. રામાનંદ સાગરની 'રામાયણ'એ પોતાના દર્શકો પર એટલી જ અસર છોડી કે લોકો આ ધારાવાહિકના એક એક્ટર્સને જ અસલી રામ અને સીતાની માફક પૂજવા લાગ્યા હતા. પરંતુ હવે 'રામ'નું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ (Arun Govi)એ તે જમાનાની ચોંકાવનારી ઘટના જણાવી છે.  

ટેલીવિઝનના જાણિતા સીરિયલ 'રામાયણ (Ramayan)' માં મુખ્ય પાત્ર 'રામ'ની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલ (Arun Govil)એ આ દરમિયાન એક બોલ્ડ ફોટોશૂટ માટે મોટી રકમની ઓફર આવી હતી. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના અનુસાર અરૂણે જણાવ્યું કે 'રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરીને બોલ્ડ ફોટોશૂટની ઓફર આવી હતી અને તેના માટે બંનેને મોટી રકમ આપવાની પણ વાત કરવામાં આવી હતી. 

અરૂણે એ પણ જણાવ્યું કે 'અમે જ્યારે રામાયણ માટે શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન ઘણા મેગેજીન મને અને અન્ય કાસ્ટના સભ્યોને બોલ્ડ ફોટોશૂટની ઓફર મળતી રહી. તે લોકો એટલા ઉત્સાહિત હતા આમ કરવાના બદલામાં મોટી રકમની પણ ઓફર કરતા હતા. ત્યારબાદ અરૂણે જણાવ્યું કે આવા લોકોને તે સ્પષ્ટ ના પાડી દેતા હતા. 
Entertainment News: 33 साल बाद KAPIL SHARMA SHOW में फिर से होगा 'रामायण', गूंजने वाला है 'सीता राम' का नाम

લોકોનો વિશ્વાસ ન તોડ્યો
અરૂણ ગોવિલે જણાવ્યું કે 'અમારામાંથી કોઇને પણ આ ઓફરને સ્વિકાર ન કરી કારણ કે અમને લાગે છે કે દર્શક તેને જોશે તો તેમનો અમારા પરથી વિશ્વાસ ઉઠી જશે. અમે ક્યારેય પણ પૈસા માટે દર્શકોનો વિશ્વાસ તોડવા માંગતા ન હતા. તમને જણાવી દઇએ કે 'રામાયણ'ના આ ત્રણેય પાત્ર ભજવનાર એક્ટર એકસાથે 'ધ કપિલ શર્મા શો'માં મહેમાન બનીને આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news