Dil Bechara Review: જોરદાર એક્ટિંગથી લોકોના દિલમાં અંતિમ સલામ આપી ગયા Sushant
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ એક્ટરના ફેન તેમની અંતિમ ફિલ્મ `દિલ બેચારા (Dil Bechara)`ની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે લોકોના દિલોમાં સુશાંતની યાદોને તાજા કરી રહ્યા છે.
નવી દિલ્હી: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ એક્ટરના ફેન તેમની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે લોકોના દિલોમાં સુશાંતની યાદોને તાજા કરી રહ્યા છે. પરંતુ કેન્સર પેશન્ટના રૂપમાં સામે આવેલા સુશાંતે એકવાર બધાને ઇમોશનલ કરી દીધા. સુશાંતનું ચુલબુલુ રૂપ બધાના દિલને સ્પર્શી રહ્યું છે.
સ્ટાર- 5/5
કાસ્ટ
સુશાંત સિંહ રાજપૂત: એમેન્યુઅલ રાજકુમાર જુનિયર ઉર્ફે મેની
સંજના સાંઘી: કિજજી બાસુ
સૈફ અલી ખાન: આફતાબ ખાન
દિગ્દર્શક: મુકેશ છાબરા
પટકથા: શશાંક ખેતાન અને સુપ્રોટ્રિમ સેનગુપ્તા
સંગીત નિર્દેશક: એ. આર. રહેમાન
શું Aamir Khan ની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ? સામે આવ્યું સત્ય
આ ફિલ્મ પહેલા સાંજે 7.30 વાગ્યે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ અડધો કલાક પહેલા જ શરૂ કરવામાં આવી હતી. કોરોનાના લેધે સુશાંતની ફિલ્મ (Sushant Singh Rajput Last Film) ભલે સિનેમા હોલ પહોંચી ન શકી પરંતુ આ ગિલ્મે દરેકના ઘરમાં પહોંચી સુશાંતનો અવાજ દરેક ઘરમાં ગૂંજી ઉઠ્યો છે.
આવી છે ફિલ્મ 'દિલ બેચારા'ની કહાની
'દિલ બેચારા'ની કહાની શરૂ થાય છે કિજ્જી બાસુની અવાજથી શરૂ થાય છે. કિજ્જીના પાત્રમાં સંજના સાંઘી છે, જે ટર્મિનલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેની લાઇફમાં એન્ટ્રી થાય છે. ઇમ્માનુઅલ રાજકુમાર જૂનિયર ઉર્ફ મૈની (સુશાંત સિંહ રાજપૂત)ની. જે ખૂબ ચૂલબુલો છે. ફિલ્મમાં સુશાંતની એન્ટ્રી એકદમ કૂલ અને મજેદાર અંદાજમાં થાય છે. ત્યારબાદ કિજ્જીને પણ જાણે એક જીવવાનું કારણ મળી જાય છે. પરંતુ કિજ્જીનું એક અધુરૂ સપનું છે જે તેને પુરૂ કરવું છે. તેને તેના એક પ્રિય સંગીતકાર અને લેખક આફતાબ ખાન (સૈફ અલી ખાન) ને મળવાનું છે, જેણે એક ગીત અધૂરું છોડી દીધું છે. પરંતુ તે લંડનમાં રહે છે.
'દિલ બેચારા' નથી ડેબ્યૂ ફિલ્મ, પહેલાં આ ફિલ્મમાં જોવા મળી છે Sanjana Sanghi
અહીં મેની તેના આગ્રહથી કિજ્જીના પરિવારને મનાવે છે અને તેને લંડન લઈ જાય છે. પરંતુ અફસોસ કે આફતાબ વિશેનો કિજજીએ જેવું વિચાર્યું હતું તેનાથી વિરૂદ્ધ એકદમ બદદિમાગ નીકળે છે. અહીં સૈફની એક્ટિંગ જોરદાર છે.
બંને ઉદાસ પણ એકબીજાની વધુ નજીક છે અને ભારત પાછા આવે છે, પણ અહીંથી સ્ટોરીમાં એક વળાંક આવે છે. જ્યાં સુધી કિજજી ગંભીર હાલતમાં જોવા મળી રહી હતી, મેનીની તબિયત વધુ ખરાબ થઇ જાય છે. આ સમયના દરેક દ્રશ્ય એકદમ ઇમોશનલ થઇ જાય છે.
સ્ટોરી આગળ વધે છે અને તે વધુ દુ:ખદ બને છે. જ્યારે એક રાતે અચાનક મસ્તી કરતા કરતા મેનીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય છે. આ સીન કોઇ પથ્થર દિલના માણસને પણ રડાવી શકે છે. કિજ્જી, મેનીને હોસ્પિટલ લઇ જાય છે પરંતુ દરેકને એક અનહોનીનો ડર લાગે છે.
ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ... અમિતાભ બોલ્યા- ખોટું, બેજવાબદાર, બનાવટી અને ગંભીર જૂઠાણું છે
ફરી એક વાર રડાવી ગયો સુશાંત
મેની કિજ્જીને ખુશ કરતા કરતા તે પોતે મરી જાય છે. પરંતુ આ ફિલ્મનો અંત ઉદાસી સાથે સરપ્રાઇઝ પણ આપે છે, પરંતુ તે જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.
મ્યૂઝિક
ફિલ્મના દરેક સોન્ગ દિલને ટચ કરે છે. ઘણા ટચી અને ઇમોશનલ સોન્ગની સાથે આ સ્ટોરી ઘણી સહેજતાથી આગળ વધતી જાય છે. સ્ટોરની સાથે દરેક સોન્ગ તેને સારો સપોર્ટ આપી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે 'દિલ બેચારા' વર્ષ 2014માં આવેલી હોલીવુડ ફિલ્મ ફોલ્ટ ઇન આર સ્ટાર્સની ઓફિશિયલ રિમેક છે. જોકે જોન ગ્રીનની સન 2012માં પ્રકાશિત થયેલી નોવેલ પર આધારિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube