શું Aamir Khan ની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ? સામે આવ્યું સત્ય

આમિર ખાન પ્રોડક્શનના અંગત સૂત્રએ પ્રોડક્શન હાઉસ દ્વારા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે સોદાની વાતચીતના દાવાનું ખંડન કર્યું છે. તાજેતરમાં જ (Aamir Khan) દ્વાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે ઘણા પ્રોજેક્ટની શરૂઆત કરવાની અફવાઓએ જોર પકડ્યું હતું.

શું Aamir Khan ની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ? સામે આવ્યું સત્ય

મુંબઇ: આમિર ખાન પ્રોડક્શનના અંગત સૂત્રએ પ્રોડક્શન હાઉસ દ્વારા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે સોદાની વાતચીતના દાવાનું ખંડન કર્યું છે. તાજેતરમાં જ (Aamir Khan) દ્વાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે ઘણા પ્રોજેક્ટની શરૂઆત કરવાની અફવાઓએ જોર પકડ્યું હતું. તેના પર ઇનકાર કરતાં આમિર ખાનના નજીકના સૂત્રોએ શેર કર્યું કે આમિર ખાન પ્રોડક્શનના ઘણા પ્રોજેક્ટસ છે, પરંતુ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે એક મલ્ટી પ્રોજેક્ટ ડીલની કહાની ખોટી છે. 

આમિર ખાન (Aamir Khan) જલદી હોલીવુડ ક્લાસિક 'ફોરેસ્ટ ગમ્પ'ના સત્તાવાર રીમેકમાં જોવા મળશે, જેનું ટાઇટલ 'લાલ સિંહ ચડ્ઢા' છે. આ ફિલ્મમાં કરીના કપૂર, વિજય સેતુપતિ અને મોના સિંહ પણ છે. અતુલ કુલકર્ણી દ્વારા લિખિત, ફિલ્મ અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત છે અને તેને વાયકોમ18 સ્ટૂડિયોઝ અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્મિત કરવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે આમિર ખાન (Aamir Khan)એ પોતાના ઘરમાં કોરોના વાયરસની એન્ટ્રીના સમાચાર આપીને બધાને આશ્વર્યમાં મુકી દીધા હતા. તેમના 7 હેલ્પર્સને કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. તો બીજી તરફ તેમની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમિર ખાને જણાવ્યું કે કુલ 7 મેમ્બર્સ કોરોના પોઝિટિવ મળ્યા છે ત્યારબા ઘરના તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. હવે આમીર ખાને પોતે આ જાણકારી આપી હતી કે આ ટેસ્ટમાં તેમની મધરનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news