દિલીપ કુમારને મળી ધમકી, પત્ની સાયરા બાનોએ પીએમ મોદી પાસે માગી મદદ
બોલીવુડના જાણીતા એક્ટરની પત્ની સાયરા બાનૂએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અનુરોધ કર્યો છે. 96 વર્ષીય એક્ટરનો બંગલો બાંદ્રાના સંભ્રાંત પાલી હિલ વિસ્તારમાં આવેલો છે.
મુંબઇ: બોલીવુડના જાણીતા એક્ટર દિલીપ કુમારને બંગલાના બે પ્લોટ પર માલીકીનો ખોટો દાવો કરનાર બિલ્ડર સમીર ભોજવાનીના જમાનતને ધ્યાનમાં રાખીને જાણીતા એક્ટરની પત્ની સાયરા બાનૂએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અનુરોધ કર્યો છે. 96 વર્ષીય એક્ટરનો બંગલો બાંદ્રાના સંભ્રાંત પાલી હિલ વિસ્તારમાં આવેલો છે.
વધુમાં વાંચો: અક્ષય ખન્નાના માતા ગીતાંજલીનું નિધન, રસપ્રદ છે તેની અને વિનોદ ખન્નાની ટ્રેજિક લવસ્ટોરી
રવિવારે દિલીપ કુમારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી બાનૂએ લખ્યું, હું સાયરા બાનૂ ખાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કરું છું, જમીન માફિયા સમીર ભોજવાની જેલથી છૂટી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા આશ્વાસન બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પદ્મ વિભૂષણથી સન્માનિત વ્યક્તિને પૈસા અને તાકાતથી ધમકી આપવામાં આવી રહી છે. તમને મુંબઈમાં મળવાની વિનંતી છે.
Koffee With Karan 6 : જ્યારે આયુષ્યમાને કરણના શોમાં કાઢી નાખી તેની હવા !
પોલીસ અધિકારીઓને શંકા હતી કે ભોજવાની સંપત્તિના ખોટા દસ્તાવેજ તૈયાર કરી રહ્યો છે. ત્યાર બાદ ફરિયાદ નોંધવામાં આવી. ઇઓડબ્લ્યૂની ટીમે ભોજવાનીને બાંદ્રા સ્થિત આવાસ પર દરોડા પાડ્યા જ્યાંથી છરી અને છરા સહિતના હથિયારો મળી આવ્યા હતા. ભોજવાનીની આર્થિક ગુના શાખાએ આ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.
(ઇનપુટ ભાષા)