Chamkila Film On OTT: જબ વી મેટ, રોકસ્ટાર જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ઈમ્તિયાઝ અલી તેની આગામી ફિલ્મ ચમકીલાને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મની રાહ લોકો પણ જોઈ રહ્યા છે. ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ચમકીલા થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મોમાં પરિણીતી ચોપડા અને દિલજીત દોસાંજ જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Jaya Prada: અભિનેત્રી જયા પ્રદા ફરાર જાહેર, કોર્ટે પોલીસને ધરપકડ કરવા કર્યા આદેશ


ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ચમકીલાના મુખ્ય કલાકારો દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપડા છે. ચમકીલા ફિલ્મ પંજાબના રોકસ્ટાર તરીકે જાણીતા અમરસિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું ત્યારથી લોકો ઈમ્તિયાઝ અલીની નેક્સ્ટ ફિલ્મને જોવા માટે આતુર થઈ રહ્યા છે ત્યારે હવે આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે.


આ પણ વાંચો: જૈકીના વરઘોડામાં Akshay Kumar અને Tiger Shroff એ કરી ધમાકેદાર એન્ટ્રી, જુઓ Video


પરિણીતી ચોપડા અને દિલજીત દોસાંજની ફિલ્મ ચમકીલા જોવાની રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર નેટફ્લિક્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરાયું છે.


આ પણ વાંચો: Ajay Devgn: અજય દેવગન કરી ચુક્યો છે બ્લેક મેજીકનો અનુભવ, જાણો તમે પણ ઘટના વિશે


નેટફ્લિક્સ પર આ ફિલ્મ 12 એપ્રિલ સ્ટ્રીમ કરવામાં આવશે. ચમકીલા ફિલ્મ પંજાબી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝના જાણીતા મ્યુઝીશીયન અમરસિંહની વાર્તા છે. અમરસિંહ પંજાબના હાઈએસ્ટ રેકોર્ડ સીલીંગ આર્ટિસ્ટ હતા. અમરસિંહ અને તેમના પત્ની અમર જ્યોતની હત્યા કરવામાં આવી હતી. 8 માર્ચ 1988 ના રોજ બંનેની કરવામાં આવી હતી. આ હત્યા કોણે કરી તે આજ સુધી ખબર પડી નથી.