મુંબઈ : દિશા પટણીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે પણ હાલમાં તેની એક એવી તસવીર સામે આવી છે જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહી છે. હાલમાં દિશા એક લંચ ડેટ પર ગઈ હતી અને એની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. દિશા સામાન્ય રીતે ટાઇગર શ્રોફ સાથે જોવા મળે છે પણ આ સિક્રેટ લંચ ડેટ પર તે નેતા ઉદ્ધવ ઠાકરેના દીકરા અને યુવા સેનાના પ્રેસિડન્ટ આદિત્ય ઠાકરે સાથે જોવા મળી હતી. લોકોએ તેની આ હરકત બદલ તેને ટ્રોલ કરી હતી.  ટાઇગરના ચાહકોએ તેને આ હરકત બદલ સોશિયલ મીડિયામાં ઝાટકી નાખી હતી. આ મામલે હવે દિશાએ સ્પષ્ટતા કરી છે. 


Birthday Special : જાણો છો કિરણે એક્ટર અનુપમ ખેર સાથે કર્યા હતા બીજા લગ્ન! પહેલો પતિ હતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં આ ખાસ ડિનર વિશે દિશાએ કહ્યું છે કે, "હું પણ  સામાન્ય લોકોની જેમ મિત્રો સાથે લંચ અને ડિનર માટે જાઉં છું. હું મિત્રોની પસંદગી પુરુષ અને મહિલાના આધારે નથી કરતી. હું માત્ર છોકરીઓની મિત્ર નથી, પુરુષો પણ મારા મિત્રો છે. હવે હું એવા વ્યવસાયમાં છું જ્યાં મારી દરેક હરકત પર નજર રાખવામાં આવે છે. જોકે મને આ વાતની પરવા નથી. હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છું છું."


છેલ્લા ઘણી સમયથી એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ગાજી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ સંબંધોની સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે.


ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, "હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે."


લાફિંગ કલર્સ નામની વેબ સાઈટના રિપોર્ટનું માનીએ તો ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી કસોટી જિંદગી કીના સ્ટાર પાર્થ સમથાનને એક વર્ષ ડેટ કરી ચૂકી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 'પાર્થ જ્યારે દિશા સાથે રિલેશનમાં હતો ત્યારે તે બિગ બોસ ફેમ વિકાસ ગુપ્તા સાથે પણ સંબંધ ધરાવતો હતો. જ્યારે આ વાતની જાણ દિશાને થઈ કે પાર્થ તેને ચીટ કરી રહ્યો છે તો તેણે તરત જ પાર્થ સાથેનો સંબંધ ખતમ કરી નાખ્યો. દિશા પટણી એ વાત સ્વીકાર ન શકી કે પાર્થ બાયસેક્સ્યુઅલ છે અને તે આ વસ્તુ તેનાથી છૂપાવી રહ્યો હતો.'


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...