Disha Patni Trolled For Bold Look: ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સતત ચર્ચામાં છે. હવે તેમના લગ્ન થઈ ચુક્યા છે અને મુંબઈ ખાતે તેમના લગ્નનું રિસેપ્શન પણ રવિવારે યોજાઈ ગયું. સિદ્ધાર્થ અને કિયારાના રિસેપ્શનમાં અનેક ફિલ્મ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમાંથી એક ફિલ્મ અભિનેત્રી દિશા પટણી પણ હતી. જો કે અહીં જવું દિશા માટે મુસીબત સાબિત થયું છે. કારણ કે રિસેપ્શનનો દિશાનો લુક સોશિયલ મીડિયા યુઝર્સને જરા પણ પસંદ પડ્યો નહીં અને દિશા ટ્રોલ થઈ ગઈ.  લોકો તેની ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવી ન કહેવાના શબ્દો કોમેન્ટના માધ્યમથી કહી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પર રાખી સાવંતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું મને....


Kiara Advani Trolled: મુંબઈના રિસેપ્શનમાં Bold Look માં જોવા મળતા ટ્રોલ થઈ કિયારા


MC Stan બન્યો Bigg Boss 16 નો વિજેતા, બીજા ક્રમ પર રહ્યો શિવ ઠાકરે



દિશા પટણી વેડિંગ રિસેપ્શનમાં બોલ્ડ ડ્રેસમાં પહોંચી હતી. રિસેપ્શન પાર્ટી માટે દિશા પટણીએ ચમકતા લીલા રંગનો ડ્રેસ પસંદ કર્યો પરંતુ જ્યારે તે આ બોલ્ડ ડ્રેસમાં ત્યાં પહોંચી તો બધાની નજર તેના પર અટકી ગઈ હતી. દિશા આ ડ્રેસમાં સુંદર અને બોલ્ડ દેખાતી હતી. દિશાએ ત્યાં ફોટો માટે પોઝ પણ આપ્યા હતા. જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને પછી દિશા ટ્રોલ થઈ રહી છે.  કેટલાક લોકોને તેની બોલ્ડ સ્ટાઈલ પસંદ ન આવી અને તેમણે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.


દિશા પટણીના ફોટો અને વીડિયો પણ એક યુઝર્સે કોમેન્ટ કરીને એમ પણ લખી દીધું કે, "  બોલિવૂડનું આઈટમ સોંગ નથી થવાનું, અહીં કોઈના લગ્નનું રિસેપ્શન છે." અન્ય એક વ્યક્તિએ દિશાને ટ્રોલ કરી  લખ્યું હતું કે, "તેને કપડાથી એલર્જી છે.. તે એ પણ નથી જાણતી કે કઈ ઈવેન્ટમાં કેવા કપડા પહેરવા જોઈએ. એક ઇન્સ્ટા યુઝરે લખ્યું છે કે, "તેને જોઈ એવું લાગે છે કે તે પાર્ટીમાં હાજરી આપવા માટે નહીં, પરંતુ આઇટમ સોંગ કરવા આવી છે."


મહત્વનું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રવિવારે રાત્રે મુંબઈમાં તેના લગ્નનું બીજું રિસેપ્શન રાખ્યું હતું.  7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન બાદ સિદ્ધાર્થ-કિયારાએ 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રિસેપ્શન રાખ્યું હતું. જેમાં પરિવાર અને નજીકના લોકોએ હાજરી આપી હતી. જ્યારે મુંબઈમાં યોજાયેલા રિસેપ્શનમાં બોલિવૂડના સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું.