MC Stan બન્યો Bigg Boss 16 નો વિજેતા, બીજા ક્રમ પર રહ્યો શિવ ઠાકરે

Bigg Boss 16 Winner: છેલ્લી ઘડી સુધી શિવ ઠાકરે અને એમસી સ્ટેન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે ફેન્સને તો એવી પણ અપેક્ષા હતી કે આ શો પ્રિયંકા જીતશે પરંતુ એવું થયું નહીં.  સલમાન ખાને તો એવી વાત પણ કહી દીધી કે આ શોની અસલી વિજેતા તો પ્રિયંકા ચહર ચૌધરી છે. 

MC Stan બન્યો Bigg Boss 16 નો વિજેતા, બીજા ક્રમ પર રહ્યો શિવ ઠાકરે

Bigg Boss 16 Winner : બીગ બોસ 16 ના વિજેતા નામનું એલાન થઈ ચૂક્યું છે. આ વખતે બિગ બોસ નો વિજેતા એમસી સ્ટેન થયો છે અને તે દેશના સૌથી પોપ્યુલર અને ચર્ચિત રિયાલિટી શો નો વિજેતા બની ગયો છે. છેલ્લી ઘડી સુધી શિવ ઠાકરે અને એમસી સ્ટેન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે ફેન્સને તો એવી પણ અપેક્ષા હતી કે આ શો પ્રિયંકા જીતશે પરંતુ એવું થયું નહીં. જોકે સલમાન ખાને તો એવી વાત પણ કહી દીધી કે આ શોની અસલી વિજેતા તો પ્રિયંકા ચહર ચૌધરી છે. બીગ બોસના ચાહકો તરફથી પણ તેને સપોર્ટ મળ્યો અને તે ત્રીજા નંબર પર રહી. 

આ પણ વાંચો: 

બિગ બોસ 16 માં ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો હતો પરંતુ ટોપ 5 માં માત્ર તે લોકો જગ્યા બનાવી શક્યા જ સૌથી દમદાર હતા. અર્ચના ગૌતમ, પ્રિયંકા ચેહર ચૌધરી, શિવ ઠાકરે, શાલીન ભનોટ અને એમસી સ્ટેન્ડ ટોપ ફાઈવ બન્યા અને દર્શકોનું દિલ જીત્યું. આ પાંચ સ્પર્ધકોમાંથી સૌથી પહેલા શાલીન બનોટ શો માંથી બહાર થઈ. જો કે શો છોડ્યા પછી તેને એક ગુડ ન્યુઝ પણ મળી ગઈ કે એકતા કપૂરના શો બેકાબુમાં તેને કાસ્ટ કરવામાં આવી. 

આ સિવાય પ્રિયંકાને પણ શોથી ખૂબ જ ફાયદો થયો. તેને બ્યુટી કોન્ટેસ્ટ માટે પસંદ કરવામાં આવી અને ૨૫ લાખનું ઇનામ પણ મળ્યું. આ સિવાય શ્રદ્ધા કપૂરને પણ વિજ્ઞાપનમાં કામ કરવા માટે ઓફર મળી ચૂકી છે અને ખબર એવી પણ છે કે તેને એક ફિલ્મ પણ મળી છે. 

દર વખતની જેમ bigg boss ની 16 મી સીઝનને પણ દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. સ્પર્ધકોની વાત કરીએ તો એમસી સ્ટેનને પબ્લિકે સૌથી વધુ સપોર્ટ કર્યો. તે એક જાણીતો રેપર છે અને bigg boss 16 માં આવ્યા પછી તેની લોકપ્રિયતા વધી ગઈ છે. તેને ઇનામ તરીકે 31 લાખ 80 હજાર રૂપિયા મળ્યા છે. સાથે જ hyundai i10 નિયોસ કાર પણ મળી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news