મુંબઈ : હાલમાં એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને નવોદિત એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો હૃતિક સાથેની ફિલ્મ કરવાનું જ માંડી વાળ્યું છે. આ રિપોર્ટ પછી હૃતિક રોશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ સમાચારને ખોટા ગણાવીને મીડિયા પોર્ટલનો બરાબર ઉધડો લીધો હતો. 




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પછી દિશા પટણીએ પણ પોર્ટલના સમાચારને સાવ ખોટા કહીને હૃતિક રોશનને સજ્જન ઠેરવ્યો છે. દિશાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે 'હૃતિક સર વિરૂદ્ધ આ બહુ ધડમાથા વગરના સમાચાર છે અને એમાં એક પૈસા જેટલી હકીકત નથી. મેં તેમની સાથે બહુ ઓછી વાત કરી છે પણ મને ખ્યાલ છે કે તેઓ બહુ સારા વ્યક્તિ છે જે આવી હરકત ન કરી શકે.'


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...