મુંબઇ: ફિટનેટને લઇ બોલીવુડના કલાકારોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે દિશા પટણી પોતાની ફિટનેસને લઇ થોડી વધારે ક્રેઝી જોવા મળી રહી છે. રિયલ જ નહીં રીલ લાઇફમાં પણ તે તેના સ્ટંટ દેખાડી ચુકી છે. હાલમાં જ તેણે તેના કેટલાક એવા ફોટ પણ શેર કર્યા છે જેમાં તેના સિક્સ પેક એબ્સ સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે અને હાલમાં તેમણે પોતાનો એક ફિટનેશ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તે હાઇ લેવલ કિક્સ પરફોર્મ કરતી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: HBD: બોલીવુડના ગોલ્ડ મેનનો આજે બર્થ-ડે, આ રીતે કરી પોપ મ્યૂઝીકની શરુઆત


દિશા પટણીનો આ વીડિયો જોઇ ફેન્સ પાગલ થઇ ગયા અને તેમણે તેને ટાઇગર પણ કહી દીધું અને મૂવ્સની પ્રસંશા પણ કરી હતી. આ વીડિયોમાં તે એક્શન ટ્રેનર રાકેશ યાદવની સાથે જોવા મળી રહી છે. જે હાઇ કિક્સ પરફોર્મ કરવામાં તેની મદદ કરી રહ્યો છે. ફિલ્મની વાત કરીએ તો દિશા પટણી ટુંક સમયમાં સલમાન ખાનની સ્ટારર ‘ભારત’માં જોવા મળશે.


વાંચવા માટે ક્લિક કરો: 18 વર્ષ પહેલા આવો દેખાતો રહતો કોમેડી કિંગ, શેર કર્યો કોલેજ લાઇફનો ફોટો


આ ફિલ્મમાં તેના કેરેક્ટરનું નામ રાધા છે. જે ફિલ્મમાં સલમાન ખાનની પુત્રીનો રોલ કરી રહી છે. દિશાએ આ ફિલ્મમાં ઘણા સ્ટંટ પણ કર્યા છે. ‘ભારત’ અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આવતા વર્ષે 5 જૂનને રીલિઝ થશે. ફિલ્મમાં સલમાન અને દિશા પટણી ઉપરાંત કટરીના કેફ, તબૂ, સુનીલ ગ્રોવર, જેકી શ્રોફ, નોરા ફતેહી અને આસિફ શેખ જેવા કલાકારો પણ જોવા મળશે.


બોલીવુડના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો...