દિશા પટણીએ કર્યો એવો સ્ટન્ટ, Video જોઈને ભલાભલા હીરોને આવી જશે પરસેવો
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની યુવાનોમાં બહુ લોકપ્રિય છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની યુવાનોમાં બહુ લોકપ્રિય છે. એની તસવીરો અને વીડિયો ગણતરીના સમયમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એની 17.7 મિલિયન જેટલી વધારે ફેન ફોલોઇંગ છે. દિશા ફિટનેસ ફ્રિક છે. તે અવારનવાર પોતાના વર્કઆઉટ વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી હોય છે. દિશાની આવી જ એક તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ છે.
પોતાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દિશા wall backflip કરતી જોવા મળી છે. તેનો આ સ્ટન્ટ એટલો પર્ફેક્ટ છે કે અનેક ટોચના હીરો પણ આવા સ્ટન્ટ નથી કરી શકતા.
ભાઈજાનની આ નવી હિરોઇનની દાદી હતી બોલિવૂડની ટોચની ખૂબસુરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસ
દિશાનો આ વીડિયો તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની સ્ટાઇલની યાદ અપાવે છે. દિશા અને ટાઇગર અનેકવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીઓને પોઝ પણ આપે છે. આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોની સ્પષ્ટતા નથી કરી પણ બંને ડેટિંગ કરી રહ્યા છે એ ઓપન સિક્રેટ છે. દિશા હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે સલમાન ખાન અને કેટરિના કૈફ જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે.