મુંબઈ : સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી 2017ના વર્ષના સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી. દિશાના ફેન્સ આતુરતાથી તેની શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી રહે છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે દિશાને હવે આ સિરિયલના મેકર્સ તરફથી અલ્ટિમેટમ મળી ગયું છે. શોના મેકર્સે દિશાને મેસેજ આપી દીધો છે કે જો તેણે દયાબેનની ભૂમિકા ભજવવી હશે તો 30 દિવસની અંદર અંદર તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હાજર થઈ જવું પડશે નહિં તો કોઈ બીજુ તેને રિપ્લેસ કરી દેશે. હવે દયાબેનના પાત્રમાં દિશાને કોણ રિપ્લેસ કરશે તેનો ખુલાસો હજુ સુધી પ્રોડ્યુસર આસિત મોદીએ કર્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયાને 12 વર્ષની વયે મળ્યો હતો ભણસાલીની હિરોઇન બનવાનો ચાન્સ પણ 'આ' એક્ટરે મારી હતી ફાચર


દિશા વાકાણી મેટરનિટી લીવ પર હતી ત્યાર પછી સતત તે શોમાં જોડાશે કે નહિ તે અંગે ચર્ચા-વિચારણા ચાલ્યા કરતી હતી. હવે આ સુપરહિટ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ નક્કી કર્યું છે કે દિશા 30 દિવસની અંદર અંદર સેટ પર બંને પક્ષને મંજૂર હોય તેવી શરતો માનીને હાજર નહિ થાય તો તેની શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે દયાબેનના શૂટિંગના છેલ્લા દિવસ પછી બંને પાર્ટી વચ્ચે કોઈ સંપર્ક નથી. 


ચર્ચા પ્રમાણે દિશાના પતિ મયુરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી પરંતુ પ્રોડક્શન હાઉસે આ વાતને રદિયો આપી દીધો હતો.


દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. શોમાં તેની કોસ્ટાર્સ સિવાય તેમના ફેન્સ તેની કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાએ 2017ના સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...