અમદાવાદમાં પર થાર અને ફોરચ્યુનર વચ્ચે જોરદાર ટક્કર : ત્રણના કમકમાટીભર્યા મોત
Ahmedabad Accident : અમદાવાદમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ થયા. થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચેની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો. એસપી રિંગ રોડ પર દારૂ ભરેલી ગાડી પલટી જતા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા. તો છ જેટલા લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા.
અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતથી સવાર પડી છે. એસપી રિંગ રોડ પર મોટો અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા થાર અને ફોરચ્યુનર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. તો 6 જેટલા લોકો લોકોને હોસ્પિટલ ખસેડ્યા છે.
અકસ્માતમાં બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરાયો હતો. જેથી આખા રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી.
અકસ્માતમાં થાર ચાલાક સંજય કાઠીનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ફરી એકવાર અમદાવાદ ધ્રુજી ગયું છે. અકસ્માતમાં ૩ ના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
દારૂના જથ્થાથી સંપૂર્ણ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર અત્યંત પૂરઝડપે આવી રહી હતી. ફોર્ચ્યુનરની ટક્કર થારને વાગતા ગાડી ૫૦ ફૂટ સુધી ફંગોળાઈ હતી. જેના બાદ ફોર્ચ્યુનર કાર રોડની વચ્ચે ડિવાઇડર પર પડી હતી.
દારૂના જથ્થાને છુપાવવા ફોર્ચ્યુનરમાં ખાસ વ્યવસ્થા કરાઈ હતી. હાલ પણ ફોર્ચ્યુનરમાં દારૂનો મોટો જથ્થો જોવા મળ્યો. જે અકસ્માત બાદ રોડ પર પ્રસરી ગયો છે.
Trending Photos