Taarak Mehta Ka Ooltah Chashmah: એ 3 શરતો...જો માનવામાં આવે તો દિશા વાકાણીની TMKOC માં થઈ જાય વાપસી? ખાસ જાણો
Disha Vakani in Taarak Mehta Ka Ooltah Chashmah: હાલમાં જ કોમેડી ટીવી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં જેઠાલાલની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા દિલીપ જોશીએ કહ્યું છે કે તેઓ પોતાની ઓનસ્ક્રીન વાઈફ દયાબેન એટલે કે દિશા વાકાણીને મિસ કરી રહ્યા છે. અસલમાં વર્ષ 2008થી પ્રસારિત થઈ રહેલા આ કોમેડી ટીવી શોમાં દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકા ભજવીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.
Disha Vakani in Taarak Mehta Ka Ooltah Chashmah: હાલમાં જ કોમેડી ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં જેઠાલાલની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા દિલીપ જોશીએ કહ્યું છે કે તેઓ પોતાની ઓનસ્ક્રીન વાઈફ દયાબેન એટલે કે દિશા વાકાણીને મિસ કરી રહ્યા છે. અસલમાં વર્ષ 2008થી પ્રસારિત થઈ રહેલા આ કોમેડી ટીવી શોમાં દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકા ભજવીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. દિલીપ જોશી અને દિશા વાકાણીની ઓનસ્ક્રીન બોન્ડિંગને દર્શકો પણ ખુબ પસંદ કરતા હતા. જો કે વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગયેલી દિશાએ ત્યારબાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરી નથી.
ન માની દિશા
એવું કહે છે કે દિશા વાકાણી સિરીયલમાં પાછી ન ફરી તેના કારણે ટીઆરપી ઉપર પણ ખુબ અસર પડી હતી. સિરીયલના મેકર્સે પણ અભિનેત્રીને પાછી લાવવા માટે ખુબ કોશિશ કરી પરંતુ સફળતા મળી નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સીરિયલના મેકર્સ આસિત મોદીએ તો એટલે સુધી કહ્યું હતું કે જો દિશા પાછી નહીં ફરે તેઓ ની દયાબેન સાથે જ સિરીયલને આગળ વધારશે. જો કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના દર્શકોને પાંચ વર્ષ બાદ આજે પણ એ વાતનો ઈન્તેજાર છે કે ક્યારે દિશા સિરીયલમાં વાપસી કરશે?
જેઠાલાલને કેમ સુનુસુનુ લાગે છે! દયાબેનને યાદ કરીને કરી દીધી મનમાં દબાવી રાખેલી વાત
તારક મેહતા શોમાં દયાભાભીની એન્ટ્રી થશે કે નહીં ? અસિત મોદીએ કર્યો સૌથી મોટો ખુલાસો
70 કરોડના અપાર્ટમેંટ સહિત Kiara-Sidharth એ આ વસ્તુઓ પર કર્યો છે કરોડોનો ખર્ચ
આ 3 શરતો માનતા જ શોમાં વાપસી કરશે દિશા?
મીડિયા રિપોર્ટસ મુજબ દિશાની 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો'માં વાપસી માટે અભિનેત્રીના પતિએ કેટલીક શરતો મૂકી હતી. આ શરતોમાં પહેલી શરત એ હતી કે દિશાને પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા મળે. બીજી શરત એ હતી કે દિશા દિવસમાં માત્ર 3 કલાક જ કામ કરશે કારણ કે તેણે તેના બાળકની દેખભાળ પણ કરવાની હોય છે. જ્યારે ત્રીજી શરત એ હતી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ્સ પર એક નર્સરી બનાવવામાં આવે જ્યાં દિશાનું બેબી તેની નૈની સાથે રહી શકે. જો કે હવે તો જોવાનું એ રહેશે કે દિશા આ સિરીયલમાં પાછી ફરે છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube