70 કરોડનું અપાર્ટમેંટ હશે Kiara-Sidharth નું નવું ઘર, ઘર સહિત આ વસ્તુઓ પર બંનેએ કર્યો છે કરોડોનો ખર્ચ

Kiara-Sidharth:કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન બાદ પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે. બંનેએ પોતાના લગ્ન પાછળ જ નહીં પરંતુ આ ઘર પાછળ પણ કરોડોનો ખર્ચ કર્યો છે. જો કે તેમણે ખરીદેલી મોંઘી વસ્તુઓમાં એકમાત્ર આ ઘર નથી, પરંતુ તેમણે અન્ય કેટલીક વસ્તુઓ પર પણ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.   

70 કરોડનું ઘર

1/3
image

લગ્ન બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. આ ઘરની કિંમત અંદાજે 70 કરોડ છે. સિદ્ધાર્થ અને કિયારાના નવા ઘરને ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. તેમના ઘરની બાલ્કનીમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. 

લક્ઝુરિયસ કાર કલેક્શન

2/3
image

સિદ્ધાર્થ અને કિયારા ઘર સિવાય કરોડોની કિંમતની લક્ઝુરિયસ કારના પણ માલિક છે. સિદ્ધાર્થ પાસે 2.38 કરોડની રેન્જ રોવર વોગ અને મર્સિડીઝ પણ છે. આ સિવાય સિદ્ધાર્થને બાઇકનો પણ શોખ છે. તેની પાસે 18 લાખની હાર્લી ડેવિડસન પણ છે. કિયારા વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા જ અભિનેત્રીએ 1.5 કરોડની Audi A8 L ખરીદી છે. આ સિવાય કિયારા પાસે 73.48 લાખની મર્સિડીઝ-બેન્ઝ, બે બીએમડબલ્યુ કાર છે. 

કિયારા કરતાં અમીર છે સિદ્ધાર્થ મલ્હોત્રા

3/3
image

સિદ્ધાર્થની નેટવર્થની વાત કરીએ તો  રિપોર્ટ્સ અનુસાર તેની કુલ નેટવર્થ 75 કરોડ છે જ્યારે કિયારાની નેટવર્થ 25 કરોડ છે. જો કે કિયારાની કારર્કિદી બોલિવૂડમાં શરુ જ થઈ છે અને તે એક પછી એક હીટ ફિલ્મો આપી રહી છે તો આવનારા સમયમાં તે પણ પોતાના પતિને કમાણીની બાબતમાં ટક્કર આપી શકે છે.