Aishwarya Rai divorce : બચ્ચન ફેમિલી હાલમાં વિવાદમાં છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. 'કૌન બનેગા કરોડપતિ 16'માં બચ્ચન પરિવારનો એક ખાસ વીડિયો દેખાડવમાં આવ્યો હતો, જેમાં પરિવારના તમામ સભ્યો જોવા મળ્યા હતા. જો કોઈ ન દેખાતું હોય તો તે ઐશ્વર્યા રાય હતી અને તેનાથી પરિવારમાં અણબનાવની અટકળો તેજ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓએ ફચાલી રહી છે. આ બાબતે પરિવારે ચૂપકીદી સાધી છે. પરિવાર એક હોવાનો હંમેશાં દેખાડવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં, જે વસ્તુઓ અત્યાર સુધી ફક્ત લોકોના મન અને જીભ પર હતી તે બાબત તે 'કૌન બનેગા કરોડપતિ 16'માં પણ દેખાઈ છે. 


ગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટ


11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર 'KBC 16'નો એક ખાસ એપિસોડ બતાવવામાં આવ્યો હતો, જેમાં આમિર ખાન અને તેના પુત્ર જુનૈદે સ્પર્ધકો તરીકે ભાગ લીધો હતો. બિગ બીના આ ખાસ દિવસની ઉજવણી માટે સમગ્ર એપિસોડ દરમિયાન કેટલાક ખાસ વીડિયો ચલાવવામાં આવ્યા હતા. જો કે, આ ઝલકોએ આ અફવાને વધુ બળ આપ્યું છે. 


 


180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસ


આખા વીડિયોમાંથી ઐશ્વર્યા ગાયબ 
અભિષેક, શ્વેતા, નવ્યા અને અગસ્ત્યએ પણ બિગ બી માટે તેમના જન્મદિવસ પર વિડિયો મેસેજ પોસ્ટ કર્યા હતા અને તેમની સાથે આરાધ્યાની કેટલીક તસવીરો પણ બતાવવામાં આવી હતી, પરંતુ ઐશ્વર્યા આખા વીડિયોમાંથી ગાયબ રહી હતી. હવે ફરી એકવાર આ બાબતોએ પરિવારના સભ્યો અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવની અટકળોને વેગ આપ્યો છે.


શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી, બંગાળની ખાડીનું તોફાન આખા ભારતમાં કાતિલ ઠંડી લાવશે