ગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટ

Cyclone Alert In Gujarat : વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં 3 ઈંચ વરસ્યો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાક માટે આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કરી છે આગાહી. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી. 
 

આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ 

1/3
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે જણાવ્યું કે, હાલ જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. જોકે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. વેલમાર્ક લો પ્રેશરની અસરને લીધે વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય છુટો છવાયો વરસાદ રહેશે. આજે અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી રહેશે  

વાવાઝોડાની આગાહી

2/3
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. 

દિવાળીમાં પણ વરસાદ આવશે, નવેમ્બરમાં વાવાઝોડું

3/3
image

અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.