મુંબઈ : બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસિયામાં અણબનાવ હોવાની લાંબા સમયથી ચર્ચા છે. તેમની વચ્ચેના ખટરાગનું કારણ હૃતિક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાનને માનવામાં આવે છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે અર્જુન અને મહેર સાથેસાથે નહીં રહેતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોર્ટબોયના સમાચાર પ્રમાણે અર્જુન ઘર છોડીને ચાલ્યો ગયો છે અને એકલો રહે છે. એક વર્ષથી આ બંને ડિવોર્સ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાના સમાચાર પણ આવી રહ્યા છે. નોંધનીય છે કે સુઝેન, અર્જુન અને મહેર પહેલાં બહુ સારા મિત્રો હતો અને ત્યારથી અર્જુન અને સુઝેન એકબીજાની નજીક આવી જતા અર્જુન અને મહેરના સંબંધો વણસ્યા છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે હૃતિક અને સુઝેનના ડિવોર્સનું કારણ પણ આ  જ છે. 


વલસાડ : બ્રેક-અપ પછી યુવક ભુલ્યો ભાન, ગુસ્સામાં પ્રેમિકા સાથે કરી બેઠો ન કરવાનું


વેબસાઇટે સુત્રના હવાલાથી લખ્યું હતું કે અર્જુન અને મહેરે તેમના સંબંધોને જાળવી રાખવાના પ્રયાસ કર્યા હતા. તેઓ પોતાના બાળકો સાથે વેકેશન માટે પણ ગયા હતા પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો અને અર્જુન ઘર છોડીને ચાલ્યો ગયો છે. હાલમાં અર્જુન પોતાની બંને દીકરીઓ સાથે ફિલ્મ જોવા ગયો હતો અને તેણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર પણ કરી હતી. જોકે આ સમયે મહેર હાજર નહોતી. 



અર્જુન અને મહેરે 1998માં લગ્ન કર્યા હતા અને તેમને મહિકા અને માયરા નામની બે દીકરીઓ છે.