Shatrughan Sinha Reena Roy Love Story: બોલીવુડમાં ઘણા કપલ એવા છે જેમની પ્રેમ કહાની નો દુઃખદ અંત આવ્યો. આવી જ એક પ્રેમ કહાનીમાંથી એક છે રીના રોય અને શત્રુઘ્ન સિંહાની લવ સ્ટોરી. 80ના દાયકામાં રીના રોય અને શત્રુગ્ન સિંહાના અફેરની ચર્ચાઓ બોલિવૂડમાં છવાયેલી રહેતી. રિપોર્ટ્સ અનુસાર બંને એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. રીના રોય શત્રુઘ્ન સાથે લગ્ન કરવા માટે બેતાબ હતી પરંતુ ફિલ્મ હથકડીનું શૂટિંગ શરૂ થયું અને શત્રુગ્ન સિંહાને પૂનમ સાથે પ્રેમ થઈ ગયો. આ વાતથી રીના રોય અપસેટ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મારે મારવું નથી.. મારે વંશિકા માટે જીવવું છે... આ હતા સતીશ કૌશિકના અંતિમ શબ્દો


પહેલા શાહરૂખ ખાનને નહીં આ એક્ટરને ઓફર થઈ હતી DDLJ, જાણો કોણ છે તે એક્ટર


રીના રોએ શત્રુઘ્ન સિન્હાને પૂનમ સાથે કામ ન કરવાની ધમકી પણ આપી. તેણે પોતાના મિત્ર પહલાજ નિહલાની મારફતે શત્રુઘ્નને અલ્ટીમેટમ આપી દીધું હતું. તેણે મેસેજ અપાવ્યો હતો કે સાત દિવસની અંદર શત્રુઘ્ન તેની સાથે લગ્ન કરે નહીં તો આઠમા દિવસે તે કોઈ બીજા સાથે લગ્ન કરી લેશે. શત્રુઘ્ન સિન્હા પર આ વાતની કોઈ અસર થઈ નહીં અને તેણે પૂનમ સાથે લગ્ન કરી લીધા. 


આ વાતથી રીના રોયને ઝટકો લાગ્યો અને તેણે પણ પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા. ત્યાર પછી તે પાકિસ્તાન જતી રહી. પરંતુ થોડા સમયમાં રીના અને મોહસીન વચ્ચેના સંબંધો ખરાબ થયા અને બંનેના છૂટાછેડા થઈ ગયા. જોકે છુટાછેડા પછી રીના રોયને તેની દીકરીની કસ્ટડી માટે લાંબી લડાઈ લડવી પડી. 


જોકે ચર્ચાઓ એવી પણ છે કે લગ્ન પછી શત્રુઘ્ન સિંહાએ દીકરીની કસ્ટડી મળે તે માટે રીના રોયની ખૂબ મદદ કરી અને અંતે રીના રોય સફળ થઈ. હવે રીના રોય પોતાની દીકરી સાથે મુંબઈમાં રહે છે. હાલ રીના રોય ફિલ્મોમાં કમબેક કરવા માટે પણ પ્રયત્ન કરે છે. પરંતુ હજુ સુધી તેનું નામ કોઈ પ્રોજેક્ટ સાથે જોડાયું નથી.