મારે મારવું નથી.. મારે વંશિકા માટે જીવવું છે... આ હતા સતીશ કૌશિકના અંતિમ શબ્દો, મેનેજરે કર્યો મોટો ખુલાસો

Satish Kaushik Death: સતીશ કૌશિકના મૃત્યુ પછી તેમના મેનેજરે ખુલાસો કર્યો છે કે તેમના અંતિમ શબ્દો શું હતા. જણાવી દઈએ કે તેમના મેનેજર સતીશ કૌશિક સાથે દિલ્હીમાં હતા.

મારે મારવું નથી.. મારે વંશિકા માટે જીવવું છે... આ હતા સતીશ કૌશિકના અંતિમ શબ્દો, મેનેજરે કર્યો મોટો ખુલાસો

Satish Kaushik Death: બોલિવૂડના કેટલાક કલાકારો એવા છે જે વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. આવા જ કલાકારોમાંથી એક સતીશ કૌશિક પણ હતા. બોલિવૂડમાં એક અભિનેતા- દિગ્દર્શક તરીકે સતીશ કૌશિકે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેમણે ફિલ્મોમાં ઘણા એવા પાત્ર ભજવ્યા છે જેને ક્યારેય લોકો ભુલી શકશે નહીં. સતીશ કૌશિકે 9 માર્ચ 2023 ના રોજ અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 

સતીશ કૌશિકના અવસાનના સમાચારથી આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હોળીના તહેવારની પાર્ટીમાં બોલિવૂડ કલાકારો સાથે જોવા મળેલા કલાકારને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઈ ગયું. તેવામાં સતીશ કૌશિકના મૃત્યુ પછી તેમના મેનેજરે તેમના અંતિમ શબ્દો વિશે ખુલાસો કર્યો છે.   

આ પણ વાંચો:

આ હતા સતીશ કૌશિકના છેલ્લા શબ્દો

સતીશ કૌશિકના મૃત્યુ પછી તેમના મેનેજરે ખુલાસો કર્યો છે કે તેમના અંતિમ શબ્દો શું હતા. જણાવી દઈએ કે તેમના મેનેજર સતીશ કૌશિક સાથે દિલ્હીમાં હતા. સતીશ કૌશિકના મેનેજર સંતોષ રાયને કહ્યું હતું કે અંતિમ સમયે સતીશ કૌશિકે કહ્યું હતું કે 'મને બચાવી લો... મારે મારવું નથી'! મારે વંશિકા માટે જીવવું છે...'

સંતોષ રાયના શબ્દો પરથી એવું પણ લાગે છે કે સતીશ કૌશિકને તેના અંતિમ ક્ષણોમાં ખબર પડી ગઈ હતી કે તે બચશે નહીં, તેનો અંતિમ સમય આવી ગયો છે. સતીશ કૌશિક તેની પુત્રી માટે જીવવા માંગતા હતા. તેણે તેના મેનેજરને પણ કહ્યું હતું કે 'મને લાગે છે કે હું બચી શકીશ નહીં. શશિ અને વંશિકાનું ધ્યાન રાખજે...' ઉલ્લેખનીય છે કે સતીશ કૌશિકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક કહેવામાં આવ્યું છે. પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news