DIVYA BHARTI મોતના કેટલાંક કલાકો પહેલાં ખૂબ ખુશ હતી, જાણો એ છેલ્લી રાતે અચાનક શું થયું?
દિવ્યા ભારતીના રહસ્યમય મોતને 28 વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતું આ જાજરમાન અભિનેત્રી આજે પણ લોકોના હ્રદયમાં વસે છે. નાની ઉમરે જ બોલિવુડમાં ટોચનું સ્થાન મેળવ્યું.
વિરલ પટેલ, અમદાવાદઃ 5 એપ્રિલ 1993,સફળતાના ટોચ પર પહોંચેલી અભિનેત્રીના અચાનક મૃત્યુથી દેશવાસીઓને મળ્યો હતો મોટો ઝટકો. બોલીવુડમાં આજે 80 અને 90ના દાયકાની અભિનેત્રીઓને યાદ કરવામાં આવે તો માધુરી દીક્ષિત, જૂહી ચાવલા, કાજોલ, કરિશ્મા કપૂર, દિવંગત અભિનેત્રી શ્રીદેવી તમારી આંખો સમક્ષ આવી જાય ત્યારે આજે પણ એક એવી અભિનેત્રીને ફિલ્મને યાદ કરીએ જેને ફિલ્મ રસીકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ અભિનેત્રી છે દિવ્યા ભારતી... દિવ્યા ભારતીના રહસ્યમય મોતને 28 વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતું આ જાજરમાન અભિનેત્રી આજે પણ લોકોના હ્રદયમાં વસે છે.
નાની ઉમરે જ બોલિવુડમાં ટોચનું સ્થાન મેળવ્યું
માત્ર 16 વર્ષની ઉમરે દિવ્યા ભારતીએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. દિવ્યા ભારતીએ માત્ર 19 વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કીધુ હતું. દિવ્યા ભારતીના અચાનક મૃત્યુના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાતમાં મૂકી દીધી હતી. 5 એપ્રિલે દિવ્યા ભારતીની ડેથ એનિવર્સરી હોય છે. દિવ્યા ભારતીનો જન્મ 25 ફેબ્રુઆરી 1974માં થયો હતો અને 5 એપ્રિલ 1993ના દિવસે તેના ફ્લેટની અગાસીમાંથી તે નીચે પડી ગઈ હતી અને તેનું મોત થયુ હતું. ફિલ્મ નિષ્ણાતોના અનુસાર દિવ્યાનું મૃત્યુ મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા એક પાંચ માળના અપાર્ટમેન્ટમાંથી નીચે પડી જવાથી થયું. ઘણા લોકોએ દિવ્યાના મોતને આપઘાત ગણાવ્યું તો કોઈએ ષડયંત્ર ગણાવ્યું. દિવ્યા ભારતી મૃત્યુ કેસની ફાઈલ પોલીસે વર્ષ 1998માં બંધ કરી દીધી હતી.
Antarctica: દુનિયાનું એવુ ગામ, જ્યાં શરીરનું એક 'ખાસ' અંગ હટાવ્યા બાદ મળે છે એન્ટ્રી
કારકિર્દીના ટૂંકાગાળામાં દિવ્યાએ આપી સુપરહિટ ફિલ્મો
દિવ્યા ભારતીએ બોલિવૂડમાં વર્ષ 1992માં 'વિશ્વાત્મા' ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. 'સાત સમુંદર પાર' ગીતથી દિવ્યા રાતોરાત સ્ટાર બની ગઈ. દિવ્યા ભારતના નિર્દોષ ચહેરાના લાખો દિવાના હતા. આ ગીત થયા બાદ દિવ્યાને 10 જેટલી ફિલ્મો મળી ગઈ. દિવ્યાએ તેની કારકિર્દીમાં દિવાના, બલવાન, દિલ આશના હૈ, દિલ હી તો હૈ, રંગ, શોલા ઔર શબનમ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી લાખો લોકોના દિલ જીત્યા. દિવ્યા ભારતીની રિષી કપૂર અને શાહરૂખ ખાન સાથેની જોડી સુપરહિટ રહી. દિવ્યા ભારતીએ માત્ર 12 હિન્દી ફિલ્મો કરી પરંતું 12 ફિલ્મોએ તેને સ્ટાર બનાવી દીધી. દિવ્યાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
દિવ્યા ભારતીએ સાજીદ નડિયાદવાલા સાથે કર્યા હતા લગ્ન
દિવ્યા ભારતીનું મૃ્ત્યુ થયું તેના એક વર્ષ પહેલા દિવ્યાએ સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે દિવ્યા ગોવિંદા સાથેની શોલા ઔર શબનમ ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. ગોવિંદાએ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે દિવ્યાની મુલાકાત કરાવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને ત્યારબાદ લગ્ન કરી દીધા. સાજીદ જોડે લગ્ન કરવા માટે દિવ્યાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. બંનેએ 10મે 1992ના દિવસે લગ્ન કર્યા. ઘણા લોકોએ દિવ્યાના મોત માટે સાજીદને જવાબદાર ઠેરવ્યા છે.
PHOTOS: અમિતાભ બચ્ચનથી લઈને મોરારિબાપુ સહિતની હસ્તીઓ સાથે મુલાકાતની ખલીલની દુર્લભ તસવીરો...
દિવ્યા ભારતીના મોત અગાઉની રાત
કહેવાય છે કે દિવ્યા ભારતીએ મુંબઈમાં 4 BHK ફલેટ ખરીદ્યો હતો. દિવ્યા ભારતી તે જ દિવસે ચેન્નઈથી શુટિંગ પૂર્ણ કરીને મુંબઈ આવી હતી. ત્યારે દિવ્યાના પગમાં ઈજા હતી. રાતના અંદાજે સાડા દસ વાગ્યે મુંબઈના પશ્ચિમ અંધેરીમાં આવેલા વર્સોવામાં તુલસી અપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આવેલા દિવ્યા તેના ઘરમાં હતી ત્યારે તેની દોસ્ત અને ફેશન ડિઝાઈનર નીતા લુલ્લા તેના પતિ સાથે મળવા પહોંચી હતી. ત્રણેય મિત્રોએ વાતો કરી હતી અને દારૂનું સેવન કર્યુ હતું. તે સમયે દિવ્યાની નોકરાણી પણ હાજર હતી. રાતના 11 વાગ્યાનો સમય હતો ત્યારે નોકરાણી રસોડામાં કામ કરવા ગઈ, નીતા તેના પતિ સાથે ડ્રોઈંગરૂમમાં ટીવી જોઈ રહી હતી. દિવ્યા તે સમયે તેના રૂમમાં ગઈ. દિવ્યાના રૂમમાં બારી હતી જેમાં ગ્રિલ નહોંતી. બારી પાસે દિવ્યા ઉભી હતી જ્યા તેનું બેલેન્સ હલી ગયું અને તે સીધી જમીન પર પટકાઈ. 5માં માળથી નીચે પડવાના કારણે દિવ્યા લોહીલૂહાણ થઈ ગઈ હતી. દિવ્યાને હોસ્પિટલમાં લઈ જવાઈ પરંતું દિવ્યાએ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દમ તોડી દીધો.. પોલીસે 5 વર્ષ સુધી દિવ્યાના મોતની તપાસ કરી પરંતું કોઈ ખાસ કારણ બહાર આવ્યું નહીં. પોલીસે દારૂના નશામાં તેનું મૃત્યુ થયું હોવાનું કારણ આપ્યું. હજી સુધી જાણી શકાયું નથી કે દિવ્યાનું મોત કઈ રીતે થયું તે રહસ્ય બની ગયુ છે.
ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી...
દિવ્યા ભારતી આજે જીવતા હોત તો માધુરી દીક્ષિતની જેમ સુપરસ્ટાર હોત
દિવ્યાભારતીએ જે રીતે નાની ઉમરે સફળતા મેળવી તે જોઈ તે સમયે ઘણા લોકો માનતા હતા કે દિવ્યા ભારતી બોલિવુડમાં ખૂબ લાંબો સમય સુધી સફળ રહેશે. દિવ્યા ભારતીની તુલના શ્રીદેવી સાથે કરવામાં આવી હતી. તે સમયે રવિના ટંડન, નગ્મા, આયેશા ઝુલકા, કરિશ્મા કપૂર જેવી અભિનેત્રીઓ દિવ્યાથી ઘણી પ્રભાવિત હતી. બોલિવુડના કિંગ ખાને પણ દિવ્યાના મોતને મોટો આઘાત ગણાવ્યો હતો. આજે ભલે દિવ્યા ભારતી જીવીત ન હોય પરંતું તે તેના દર્શકોના દિલમાં જીવંત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube